‘હિંદુ સંસ્કૃતિ કંઈ દૂધે ધોયેલી નથી’ કહેનાર જય વસાવડાની સડક છાપ ભાષાથી ફેસબુક છવાયું

પોતાના કટાર લેખ અને ફિલ્મી જ્ઞાન થી ગુજરાતીઓનું મનોરંજન કરતા જાય વસાવડા આજે સોશિયલ મીડીયામાં પોતાના વિચારોને લઈને ઘેરાયા હતા. વિવાદિત રહેલા જય વસાવડા આ પહેલા પણ વિવાદોમાં ઘેરાયેલા છે. સ્ત્રી સશક્તિકરણના નામે ઘણા વ્યાખ્યાન પણ કર્યા છે. ગઈકાલે CM વિજય રૂપાણીના કોરોના સામે ના કાર્યોના બે મોઢે વખાણ કરતી પોસ્ટ પર વિવેચકોએ જવાબ આપ્યા જેના જવાબમાં પોતાને બુદ્ધિજીવી માનતા લેખકે પોતાની સડકછાપ ભાષા બતાવીને વિવેચકોને ચુપ કરાવવા પ્રયત્નો કર્યા હતા.

જાણીતા યુવા નેતા ગોપાલ ઇટાલિયાનો વ્યંગ કરવા જતા વસાવડાને ઉંધા માથે પટકાવું પડ્યું હતું.

વંદન ભાદાણી નામના ફેસબુક યુઝરને કોમેન્ટ માં જય વસાવડાએ ધમકી આપી કે તને બારના ભાવમાં વેચી નાખીશ.

આ સિવાય પણ જય વસાવડા એ પોતાની વિકૃતિના દર્શન કરાવી એક લેખક અને પત્રકારને છાજે એવું વર્તન કરવામાં ચુક્યા હતા. વાણી સ્વાતંત્ર્ય બંધારણીય રીતે બધાને મળ્યું છે પણ પોતાને એક લેખક ગણાવતા માણસને આ કેટલું યોગ્ય?

જય વસાવડા સ્ત્રી સશક્તિ કરણની વાતો તો કરે છે પણ આ એજ વસાવડા છે જેમણે એક વખત એમના લેખમાં એક સંપ્રદાયની બધી સ્ત્રીઓ માટે “વેવલી” શબ્દ જાહેરમાં વાપરેલો અને એ સ્ત્રીઓનો વાંક એટલોજ હતો કે તે રવિવારે મંદિરમાં દર્શન અને સત્સંગ સભા માટે જતી હતી અને જયભાઈને એ ગમતું ના હતું કારણકે જયભાઈ બોલે એવુંજ થવું જોઈએ.. હવે,આ જગ્યા પર તમેજ તમારી જાતને મૂકી જોઈજો કોઈ તમારી માં બહેન કે દીકરીને આવીને કોઈ કારણ વગર જાહેરમાં ‘વેવલી’ કહી જતું રહે તો કેટલું અપમાનજનક લાગે!? આ લાખો સ્ત્રીઓનું અપમાન ના કેહવાય!? પણ ત્યારે સ્ત્રીઓના ઉદ્ધારક એવા કાજલ ઓઝા મેડમને ઝોલું આવી ગયું હશે અને વંચાયું નઇ હોય. જય વસાવડાએ એક ન્યૂઝ પેપરના આર્ટિકલમાં હાઇલાઈટ કરી લખેલું કે “હિંદુ સંસ્કૃતિ કંઈ દૂધે ધોયેલી નથી”.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *