હમણાં સુધી તમે સ્ત્રીઓ માટે બિકીની વિશે સાંભળ્યું હતું, પરંતુ હવે પુરુષો માટે પણ બિકીની આવી છે તેને બ્રોકિની નામ આપવામાં આવ્યું છે. પુરુષો માટે આ બિકિની એક ખંભા વળી છે જેને બ્રોકિની નામ આપવામાં આવ્યું છે. કેનેડાના ટોરોન્ટોમાં બે છોકરાઓએ તેની શોધ કરી છે. ટોરોન્ટોમાં બે છોકરાઓ મળીને છોકરાઓ માટે સ્વિમવેર કંપની શરૂ કરી છે.
પુરુષો માટે બીચવેરના આ ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જે ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. પુરુષો માટે આ બિકીની છે જોકે, તે દેખાવમાં સ્ટાઇલિશ છે પરંતુ તેને પહેર્યા પછી તમને ચોક્કસપણે ‘શરમ અને નિરાશા’ લાગશે. તે એક ખભા ઉપર પટ્ટામાં બનાવવામાં આવી છે અને તેના નીચે અન્ડરવેર આકાર આપવામાં આવ્યો છે.
તે હાલમાં બે જ પ્રિન્ટમાં બજારમાં આવી છે, પ્રથમ બ્રૂમિંગો (પિંક ફ્લેમિંગો પેટર્ન) અને બીજો ફિનાએપલ (પીળો અનેનાસ સાથે બ્લુ). તેની તસવીર વેબસાઇટ પર બહાર પાડવામાં આવી છે, જે જણાવે છે કે, તેની કિંમત $ 45 છે. સાસ્કો નામના છોકરા એ જણાવ્યું કે, અમે બેચલર્સ પાર્ટી શરૂ કરવાની યોજના બનાવી જેમાં અમે ક્રેજી બથીંગ સુટ પહેરવાનો વિચાર કર્યો.
આ પછી અમને વિચાર આવ્યો કે, તે એક સ્વિમવેર પણ હોઈ શકે છે. તેણે કહ્યું કે, તે પછી અમે તેના વિશે વધુ વિચાર્યું અને આજે પરિણામ બધાની સામે છે. તેમણે અહેવાલ આપ્યો કે, પ્રથમ વકહ્ત 250 ક્રેજી બથીંગ સુટ બનાવવામાં આવ્યા હતા, જેમાં $ 5,000 ખર્ચ કરવામાં આવે છે. પ્રથમ વેચાણ 19 જુલાઇએ થયું હતું.
તેણે કહ્યું કે, અમને મેન્સવેરમાં આવા સ્વિમવેરની ઇચ્છા છે જે પહેરીને બીચની આજુબાજુ ખસેડી શકાય. તેમણે આગળ સમજાવ્યું કે, બ્રોકિની કોવિડના સમયમાં પણ લોકો માટે મદદરૂપ થઈ શકે છે. તેને પહેર્યા પછી તમે 6 ફૂટનું અંતર રાખી શકો છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews