પ્રણવ મુખર્જીના અંતિમ સંસ્કાર કયારે અને ક્યા થશે? ગૃહમંત્રાલયે આપી મહત્વની જાણકારી

ભારત દેશના સૌથી પ્રતિષ્ઠિત રાજનેતાઓ માંથી એક પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ગઈ કાલે એટલે કે, સોમવારના રોજ નિધન થયું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને તારીખ 10 ઓગસ્ટે આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલમાં દાખલ કર્યા ના દિવસે જ તેમના મગજની સર્જરી કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી છે. ઘણા વર્ષો સુધી કોંગ્રેસના નેતા મુખર્જી 7 વખતના સાંસદ રહી ગયેલા હતા. પ્રણવ મુખર્જીને હોસ્પિટલમાં દાખલ કર્યા ત્યારે તેઓ કોરોનાથી સંક્રમિત હતા. અને ત્યારે મુખરજીના ફેફસાના ચેપની સારવાર કરવામાં આવી રહી હતી. 30 તારીખ અને રવિવારના રોજ મુખર્જીને ‘સેપ્ટિક શોક’ આવ્યો હતો.

પ્રણવ મુખરજીના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મૂર્તદેહના અંતિમ દર્શન પ્રણવ મુખરજીના પરિવારના નિવાસસ્થાન (10, રાજાજી માર્ગ, નવી દિલ્હી) પર તારીખ 1 સપ્ટેમ્બર મંગળવારના રોજ સવારના 11.00 થી બપોરના 12.00 વાગ્યા સુધી કરી શકાશે. તેમના અંતિમ સંસ્કાર તારીખ 1 સપ્ટેમ્બરને મંગળવારના રોજ બપોરે 2 કલાકે લોધી રોડ સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના મુત્યુ પર ભારત સરકાર દ્વારા રાજકીય શોક જાહેર કરવામાં છે. ગૃહમંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, સ્વર્ગસ્થ સમ્માનીય નેતા પ્રણવ મુખરજીના સમ્માનમાં 31 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી ભારત દેશમાં સરકાર દ્વારા રાજ્યકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાજકીય શોક દરમિયાન રાષ્ટ્રધ્વજ ભારત દેશના તમામ રાજકીય ભવનો પર અડધી કાંઠી સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. પ્રણવ મુખર્જી વર્ષ 2012 થી વર્ષ 2017 સુધી ભારત દેશના 13માં રાષ્ટ્રપતિ રહી ચુક્યા હતા. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પર ખાસ-ઓ-આમએ દુઃખ વ્યક્ત કર્યું છે.

સૌથી યુવા નાણાં મંત્રી રહી ચુક્યા હતા પ્રણવ મુખરજી…
વર્ષ 1982માં પ્રણવ મુખર્જી દેશના સૌથી યુવા નાણાંમંત્રી બન્યા હતા. ત્યાર પછી પ્રણવ મુખરજીએ વિદેશ મંત્રી, સંરક્ષણ મંત્રી, નાણાં અને વાણિજ્ય મંત્રી તરીકેની સેવાઓ આપી ચુક્યા હતા. પ્રણવ મુખર્જી ભારત દેશના એવા પહેલા રાષ્ટ્રપતિ હતા કે, જેમણે ઘણીબધી પોસ્ટ્સને સુશોભિત કરનારા ટોચના બંધારણીય પદ પર પહોંચ્યા હતા. પ્રણવ મુખર્જીએ દેશના એકમાત્ર નેતા એવા હતા કે, જેઓ દેશના પ્રધાનમંત્રી ન હોવા છતાં આઠ વર્ષ સુધી લોકસભાના નેતા રહ્યા હતા. વર્ષ 1980 થી વર્ષ 1985ની વચ્ચે રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા પણ રહ્યા હતા.

PM મોદી પણ પ્રણવ મુખર્જીના ચરણોમાં જુક્યાની તસ્વીરો મીડિયામાં વાયરલ કરી છે…
ભારતના 13માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન પર શોક વ્યક્ત કરતા PM મોદીએ એક પ્રણવ મુખર્જી સાથેની તસવીર ટ્વીટ કરી છે. આ તસ્વીરમાં તેઓ પ્રણવ મુખર્જીના પગને સ્પર્શતા કરતાં નજરે આવી રહ્યા છે. PM મોદીએ  લખ્યું કે, “હું નીતિ વિષયક મુખ્ય મુદ્દાઓ પર પ્રણવ મુખર્જીએ આપેલી સલાહને ક્યારેય ભૂલીશ નહીં.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *