ગણેશ વિસર્જન કરવા ગયેલા સામાન્ય લોકો પર ફરિયાદ કરનાર સુરત પોલીસ ભાજપ કોર્પોરેટરને પકડવાની હિંમત કરશે?

આજ રોજ સમગ્ર દેશમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ત્યારે પહેલાથી જ સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું બહાર પાડીને જાહેરમાં સરઘસ કે વિસર્જન યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો છે. વિસર્જન પણ લોકોએ ઘરે જ કરવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાં મુજબ સુરતમાં મોટા ભાગની સોસાયટીઓમાં ઘરમાં જ હોજ બનાવી ઘરે જ ગણેશ વિસર્જન કરવાની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ કેટલાક ગણેશ ભક્તો વિસર્જન કરવા પહોચે કે સરઘસ કાઢે તો પોલીસે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ ભાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં ઉધના રામનગર સોસાયટીમાં ગણેશ વિસર્જનમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં પણ 26 વર્ષથી ગણેશજીની સ્થાપના કરતી મહિલાઓ એ ઢોલ નગારા પર વાજતે-ગાજતે વિસર્જન યાત્રા કાઢતા ચર્ચાનો વિષય બન્યો છે. ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. અને ભેગા થયેલાઓમાં ભાજપના કોર્પોરેટર પણ સામેલ છે.

અત્રે નોંધનીય વાત એ છે કે, ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા માત્ર આટલું જ નહિ આ ભીડમાં ભાજપના કોર્પોરેટર પણ સામેલ છે. એટલે કે જેઓએ લોકોને સામાજિક અંતરનું પાલન કરવા માટે સમજાવાના હોય તેમના દ્વારા જ નિયમોનું ઉલ્લંઘન કરવા પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. અને એકઠા થયેલા લોકોએ ગરબા પણ કર્યા.

ઉધનાના રામનગર સોસાયટીમાં ગણેશ વિસર્જન દરમિયાન ક્યાંય સામાજિક અંતર દેખાઇ રહ્યું નથી. ત્યારે લોકોએ શ્રદ્ધા સાથે સલામતી રાખવી પણ ખુબ જરૂરી છે. જો આ રીતે બેદરકારી કરતા રહીશું તો કોરના વાયરસથી ક્યારેય મુક્તિ નહીં મળે. ચૂંટાયેલા લોકોના પ્રોત્સાહનથી ગંભીર સ્થિતિવાળા સુરત શહેરની સ્થિતિ વધુ બગડશે.

ત્યારે આ સ્થિતિ વચ્ચે સવાલો ઉઠી રહ્યા છે કે, શું ભાજપના કોર્પોરેટરને સુરતમાં વધી રહેલા કોરોનાની સ્થિતિની જાણ નથી? શું આવા કોરોનાના સમયમાં ગરબા રમવા જરૂરી છે? લોકોને સમજાવાની જગ્યાએ કોર્પોરેટરોએ જ નિયમો તોડ્યા? પોલીસ અત્યાર સુધી સુરતના લોકો મોટી ગણેશજીની મૂર્તિ લઈને ભેગા થાય તો તેની વિરુદ્ધ કેસ કરતી હતી તો શું હવે ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ પોલીસ કેસ નોંધશે કે નહિ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *