અપના કામ બનતા ભાડ મેં જાયે જનતા, મેંગો ફેસ્ટીવલ વિવાદ બાદ મેયરે ફરીવાર CMને ઉલ્લુ બનાવ્યા

મેંગો ફેસ્ટીવલના લોકાર્પણ બાદ મીડિયા સાથે થયેલી અધુરી ચર્ચાને કારણે વિવાદમાં આવેલા અમદાવાદના મેયર બીજલ પટેલ ફરીવાર વિવાદમાં આવ્યા છે. ગુજરાત સ્થાપના દિને મુખ્ય પ્રધાન…

મેંગો ફેસ્ટીવલના લોકાર્પણ બાદ મીડિયા સાથે થયેલી અધુરી ચર્ચાને કારણે વિવાદમાં આવેલા અમદાવાદના મેયર બીજલ પટેલ ફરીવાર વિવાદમાં આવ્યા છે. ગુજરાત સ્થાપના દિને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને અને ગુજરાતીઓને તેમણે આપેલો સંકલ્પ અને વચન આપ્યું હતું. જે હવે તેઓ તોડી રહ્યા છે અને મુખ્ય પ્રધાન ની આંખોમાં ધૂળ નાખીને છેતરી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.

ગઈકાલે એસ.બી.આઇ લાઇફ ઇન્સ્યુરન્સ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને PPE કીટ દાન કરવામાં આવ્યું હતું. જેમાં મેયર બિજલ પટેલ, એ.સી.એસ ડો. રાજીવ કુમાર ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની ઉપસ્થિતિમાં આજે ૫,૦૦૦ PPE કીટનું અનુદાન લેવા પહોંચેલ મેયર બીજલ પટેલ માસ્ક વગર દેખાતા વિવાદ સર્જાયો છે. સોશિયલ મીડિયામાં આ બાબતે મેયર પર લોકોએ ફિટકાર વરસાવ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સ અમદાવાદના મેયર પાસેથી AMC દંડ વસુલાશે ખરો એવો સવાલ કરી રહ્યા છે. કારણ કે, કોઈ સામાન્ય નાગરિક માસ્ક વગર દેખાઈ તો રાજ્યભરમાં 200 રૂપિયા દંડ વસુલવામાં આવે છે. પણ ખુદ અમદાવાદના મેયર બીજલ પટેલે ફરજિયાત માસ્ક પહેરવાનો નિયમ તોડ્યો છે. મેયર બીજલ પટેલ જાહેરમાં માસ્ક વગર જ જોવા મળ્યા, PPE કીટનું અનુદાન મેળવતી વખતે મેયરે નિયમનો ભંગ કર્યો છે. આ બાબતે શું કાર્યવાહી થશે તેની રાહ અમદાવાદીઓ જોઈ રહ્યા છે.

આ પહેલા અમદાવાદના મ્યુનીસીપલ કમિશ્નર પર અણછાજતી કાર્યવાહી કરીને સરકાર પર લોકો સવાલ કરી રહ્યા હતા ત્યાં હવે સાશકો જ આવી ગંભીર બેદરકારી કરીને અમદાવાદીઓને જોખમમાં મૂકી રહ્યા છે. સાશ્કોને જ સરકારી સ્વાસ્થ્ય સેવા પર ભરોસો નથી તેવી કરતુત ગઈકાલે ધારાસભ્ય કરી ચુક્યા છે, અને સિવિલ ને બદલે પ્રાઈવેટ હોસ્પીટલમાં સારવાર લઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *