ગુજરાતના આ શહેરમાં કોરોના બેકાબુ બનતા સરકારે બંધ કરાવ્યા પાનના ગલ્લાઓ- જાણો જલ્દી

સુરતમાં વરાછા અને કતારગામ ઝોનમાં કોરોના ચેપને નિયંત્રણમાં લાવવા માટે પાનના ગલ્લાઓ પર ફરી એક વખત તવાઇ આવી છે. આ બે ઝોનમાં પાનના ગલ્લાઓ બંધ કરવાની સુચના આપવામાં આવી છે. પાનના ગલ્લાઓ પર મોડી રાત સુધી લોકોની ભીડ થતી હોવાની ફરિયાદ બાદ ગલ્લાઓ બંધ કરાવવા કાર્યવાહી કરવામાં આવી છે.

સુરતના વરાછા અને કતારગામ ઝોનમાં બહારગામથી આવતા લોકોની અવરજવર વધતા પાલિકાએ સાવચેતીનાં પગલાં લેવાનું શરૂ કર્યુ છે. કતારગામ ઝોનમાં છેલ્લા બે દિવસથી લોકોની ભીડ થતી હોય તેવી ચાની લારીઓ તથા પાનના ગલ્લા બંધ કરાવવામાં આવી રહ્યા છે. હીરાના કારખાનાઓેની નજીક આવેલા ગલ્લાઓ બંધ કરાવવામાં આવી રહ્યા છે. વરાછા ઝોનમાં પણ પાનના તમામ ગલ્લાઓ બંધ કરાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મોટા શો રૂમ, રીટેલ શોપ તથા મોલમાં એપોઇન્ટમેન્ટથી જ પ્રવેશ આપવા શક્યતા ચકાસવા જણાવાયું છે.

આ ઉપરાંત લકઝરી બસમાં આવતા મુસાફરોને સુરત શહેરમાં ઉતારવાને બદલે કામરેજની આસપાસ ઉતારી દેવાતા હોવાની ફરિયાદ આવી છે. બહારગામથી આવતા લોકોનું રેપિડ ટેસ્ટ થાય તે માટે નિયત જગ્યાએ જ તમામ મુસાફરોને ઉતારવા લકઝરી બસ સંચાલકોને સુચના આપવામાં આવી છે.

બસના મુસાફરોને સુરતની બહાર ઉતારતી લકઝરી બસો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે સુરત આરટીઓને નોટિસ સહિતની જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. વરાછા ઝોનમાં અશ્વનીકુમાર રોડ પર કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી ખાંસી, શરદી અને તાવના દર્દીઓને શોધવા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ બમરોલી વિસ્તારમાં પરપ્રાંતીય કામદારોની અવરજવર વધુ હોવાથી ચેકપોસ્ટ ઊભી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અલથાણ, વેસુ, ભટાર વિસ્તારમાં વધારાની ટીમ ઉતારવામાં આવી છે. ખજોદ વિસ્તારમાં બહારથી આવતા લોકોના સ્ક્રીનિંગ માટે ચેકપોસ્ટ ઊભી કરવાનો નિર્ણય લીધો છે. પાલ, અડાજણ, રામનગર સહિતના વિસ્તારોમાં કોરોનાના કેસ શોધવા ઝુંબેશ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *