લોકોના અમુક વખત તહેવાર ઉપર એવી ભૂલ કરી બેસે કે, તેમને જીવ પણ ગુમાવવાનો વારો આવતો હોય છે. ત્યારે તાઇવાનમાં એક ત્રણ વર્ષની બાળકી પતંગ સાથે હવામાં ઉડી હોય તેવા વીડિયોએ લોકોને આશ્વર્યચકીત કરી દીધા. આ બાળકી પતંગની દોરી પકડીને ઉભી હતી અને અચાનક હવામાં ફંગોળાવવા લાગી. બાળકી પોતાના માતા-પિતાની સાથે તાઇવાનના તટીય શહેરમાં આયોજીત પતંગ ઉત્સવમાં ભાગ લેવા આવી હતી.
જ્યારે ત્યાં હાજર લોકોએ પતંગની પૂંછડીમાં અટવાયેલી બાળકીને હવામાં ઉડતી જોઇ ત્યારે બધા ડરી ગયા હતા. ‘ધ સન’ અહેવાલ મુજબ, છોકરીનું વજન માત્ર 28 પાઉન્ડ હતું, જે પતંગમાં અટવાઇ ગઈ હતી અને હવામાં 100 ફૂટ સુધી ઉડાન ભરી હતી. 30 સેકંડ હવામાં ઉડ્યા બાદ લોકોએ બાળકીને નીચે ખેંચી લીધો.
Terrifying moment a child at a kite festival in Hsinchu, northern Taiwan gets tangled up in a kite and lifted fifty feet up into the air. pic.twitter.com/YAPL545yAn
— Mike Fagan (@MikeFaganTaiwan) August 30, 2020
અહેવાલો કહેવામાં આવી રહ્યા છે કે, બાળકીનું નામ લીન છે, જેને આ ઘટનામાં કોઈ ઈજા પહોંચી નથી. તે જ સમયે, આ બાળકી પતંગમાં કેવી રીતે ફસાઈ ગઈ, તે હજી સ્પષ્ટ થઈ શક્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માત બાદ કાર્યક્રમ બંધ કરાયો હતો. તે જ સમયે, નાનલિયોના મેયર લિન ચિહ-ચિયને આ ઘટના માટે પીડિત પરિવાર અને લોકોની માફી માંગી છે.
સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બાળકી પતંગમાં અટવાયેલી અને હવામાં ઉડતી જોઇ શકાય છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં જોઈ શકાય છે કે, ઘણા લોકો એક વિસ્તારમાં ભેગા થયા છે. આ દરમ્યાન આ ઘટના બને છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews