સુરત મહાનગરપાલિકાના બે અધિકારીઓ ચાલુ ફરજ દરમિયાન કરતા હતા દારૂ પાર્ટી -જુઓ વાયરલ વિડીયો

ગાંધીના ગુજરાતમાં પહેલેથી જ દારૂ ઉપર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે. તેમ છતાં ખુલ્લેઆમ દારૂ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ તેવી ઘટનાઓ મોટા પ્રમાણમાં સામે આવી રહે છે. ત્યારે સુરત મહાનગર પાલિકાના ઉધના ઝોનના બે અધિકારીઓ મહેફિલ માણતા સામે આવ્યાં છે. વાઈરલ થઈ રહેલા વીડિયોમાં દેખાતા ઉધના ઝોનના સર્વેયર તરીકે કામ કરતાં બન્ને અધિકારીઓ ખુલ્લે આમ દારૂની પાર્ટી કરતાં હોવાનું વાઈરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે.વાઈરલ વીડિયોના આધારે પાલિકા કમિશનરે કડક પગલાં લેતા બન્નેને સસ્પેન્ડ કર્યા છે.

સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં આકારણી ખાતાના ફરજ બજાવતા કર્મચારીઓ ખુલ્લે આમ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. ઉધના ઝોનમાં ચાલુ ફરજ દરમ્યાન આ બંને અધિકારીઓ દ્વારા એક ઓફિસમાં દારૂની રેલમછેલ કરવામાં આવી રહી હતી. માત્ર એટલું જ નહીં દારૂની મહેફિલ માણી રહેલા બંને અધિકારીઓને મનપા કમિશનરનો પણ ડર રહ્યો નથી.

સુરતમાં નવા પોલીસ કમિશનર આવતાની સાથે જ દારૂ માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પરંતુ પાલિકાના આ બન્ને મહાશયોને દારૂ ક્યાંથી મળી આવ્યો તે પોલીસ માટે એક તપાસનો વિષય બની જાય તેમ છે.સાથે જ દારૂની બોટલ ક્યાંથી અને કોના ત્યાંથી આવી, કઈ પરિસ્થિતિમાં લાવવામાં આવી તે બાબત પણ તપાસ માંગી લે છે. જો કે દારૂડિયા અને નશાખોર પાલિકાના આ બન્ને અધિકારીઓ સામે શહેર પોલીસ અને પાલિકા કમિશનર પગલાં ભરે તેવી સોશિયલ મીડિયામાં માંગ થઈ રહી છે.

સુરત નાગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, દારૂની મહેફિલ માણી રહેલ ઉધના ઝોનમાં ફરજ બજાવતા વીરેન્દ્ર ઠાકોર અને વિશાલ મુન્શીની ઓળખ કરવામાં આવી છે. પાલિકા દ્વારા બન્ને કર્મચારીઓ સામે પગલાં લેવામાં આવ્યાં છે. હાલ બન્નેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. સાથે જ વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *