સુરત જીલ્લાના મગદલ્લા ગામે આવેલ ભૈયાભાઈ સ્ટ્રીટના એક મકાનના બીજા માળે રૂમમાં થાઈલેન્ડ ની યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર ગઈ છે. જયારે આગ દેખાતા સ્થાનિકોએ રૂમનો દરવાજો બહારથી લોક તોડ્યો હતો. અને ઘટનાને જોઇને પોલીસને જાણ કરી હતી. હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આ મકાનમાં સ્પામાં કામ કરતી યુવતીઓ ભાડે રહે છે અને યુવતીઓની અવર જવર રહે છે. જ્યારે આ મૃતક યુવતી થાઈલેન્ડની હોવાની ચર્ચા થઇ રહી છે.
મગદલ્લાની ભૈયાભાઈ સ્ટ્રીટમાં નગિનભાઈ પટેલે પોતાનું મકાન આ યુવતીને ભાડે આપ્યું છે. જેમાં મીમ્મી નામની યુવતી ભાડે રહેતી હતી. ગત રોજ મિમ્મીને રાત્રે 8:30 કલાકે ઘરે કોઈ છોડી ગયું હતું. હાલ પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en