માવા-ફાકી મફતના ભાવે જોઈએ છે? આ જગ્યાએ ભાજપ નેતાએ ‘માવા વિતરણ કેમ્પ’ શરૂ કર્યું

હાલ ભારતમાં કોરોનાના સંક્રમણને અટકાવવા ચાલી રહેલા લોકડાઉન 4.0 વચ્ચે અમુક રાજ્યો દ્વારા ધંધા-રોજગારને છૂટછાટ આપવામાં આવી છે. લોકડાઉનમાં પાન, માવા, ગુટખા પર પ્રતિબંધ હોવાથી…

હાલ ભારતમાં કોરોનાના સંક્રમણને અટકાવવા ચાલી રહેલા લોકડાઉન 4.0 વચ્ચે અમુક રાજ્યો દ્વારા ધંધા-રોજગારને છૂટછાટ આપવામાં આવી છે. લોકડાઉનમાં પાન, માવા, ગુટખા પર પ્રતિબંધ હોવાથી તેના ભાવો રાતોરાત બમણા નહીં પરંતુ ત્રણ ઘણા થઈ ગયાં છે. પરિસ્થિતોનો લાભ લેવા કેટલાંય લોકોએ કાળાબજાર પણ ચાલુ કરી દીધું છે. જો કે લોકડાઉન 4.0માં રાજ્ય સરકાર દ્વારા કેટલીક છૂટછાટો અપાઇ છે.

આ લોકડાઉન 4.0માં છૂટછાટ આપતાં જ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગથી લઈને તમામ બાબતોને નેવે મૂકીને તમાકુની તલબ બુઝાવવા પાનનાં ગલ્લાંઓની દુકાને પડાપડી કરવા લાગ્યાં છે. છૂટછાટ અપાતાં જ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા સહિત રાજ્યભરમાં પાન-મસાલાનાં રસિયાઓએ બીડી-તમાકુ લેવા માટે મોટી ભીડ ભેગી કરી દેતા હોય છે. છૂટછાટ પછી પણ પાન-મસાલાના ભાવ ઘટ્યા ન હોવાથી ભાજપના નેતાઓ વ્યસનીઓને વ્હારે આવ્યા છે.

અત્યારસુધી રાહત દરે જીવનજરૂરી ચીજોનું વિતરણ થાય તે તો લોકોએ સાંભળ્યું હતું પરંતુ વાંકાનેરમાં પાન-બીડી, તમાકુનું ટાઉનહોલમાં રાહત દરે વિતરણ પાલિકાનાં સહયોગથી કરાયું જે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય. હકીકતમાં સમગ્ર ઘટના એવી છે કે આજે વાંકાનેરનાં પૂર્વ નગરપતિ તથા ભાજપનાં જીતુભાઈ સોમાણી સાથે નગરપાલિકા સ્ટાફ દ્વારા ટાઉન હોલ ખાતે નહીં નફો નહીં નુકસાનની નીતિ રાખીને માવા બીડીનું વેચાણ ચાલુ કરતા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારનાં લોકો ઉમટી પડયા હતાં.

સોમાણીએ આ બાબતે જણાવ્યું હતું કે વેપારીઓ ગ્રાહકોને બેફામ લૂંટતા હતા જેને પગલે અહીંયા નહીં નફો નહીં નુકસાનનાં અભિગમથી પાન-બીડી, તમાકુનું ખુલ્લું વેચાણ ચાલુ કરાયું છે. આ જાહેરાત બાદ છેક ગામડાઓ સુધી વાત પહોંચતા આજુબાજુનાં ગામડાઓમાંથી પણ લોકો ફાકી લેવા ઉમટી પડ્યાં હતાં.

જમ્યા બાદ ફાકી ખાવી અને બીડી, સિગારેટ કે ગુટખાનું બંધાણ ધરાવતા લોકોની એક જ ફરિયાદ હોય છે કે ન ખાય તો ચેન નથી પડતું કે મોજ નથી આવતી અને કબજિયાત થઈ જાય છે વગેરે વાતોથી જાણકાર વેપારીઓએ રાતોરાત કૃત્રિમ ભાવો વધારી દેતા ભાજપ દ્વારા આખરે રાહત દરે માવા અને બીડી, ફાકી વિતરણ કરવાનો અખતરો કરાયો જેને બહોળો પ્રતિસાદ મળતાં રાજ્યનાં અન્ય વિસ્તારોમાં પણ ભાજપ દ્વારા આવા વિતરણ કેમ્પ યોજાય તેવી બંધાણીઓમાં માંગ ઉઠવા પામી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *