સુરતમાં ગટરમાં ઉતરેલા બે મજુરો અચાનક થયા બે ભાન- એકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

સુરત શહેરના નાનપુરા માછીવાડ વિસ્તારમાં માછીવાડ સર્કલ નજીક એક ગટરમાં બે મજૂરો બેભાન થયા હતા. જેથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. બંને મજૂરો બેભાન હોવાથી રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબો દ્વારા એકને મૃત જાહેર કરાયો છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા. જેના પગલે ટ્રાફિકજામ પણ સર્જાયો છે. જેના પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

બંને મજૂરને ગટરમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા
બે મજૂર ગટરમાં બેભાન થઈ ગયા હોવાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો સ્થળ પર ભેગા થઈ ગયા હતા. જ્યારે જે મજૂર ગટરમાં બેભાન થયા છે તેના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પરિવારની રોકકળથી વાતાવરણ ગમગીન થઈ ગયું છે. ફાયરના જવાનો દ્વારા પરિવારજનોને દૂર કરી બંને મજૂરને ગટરમાંથી બહાર કાઢી હોસ્પિટલ પહોચાડ્યા હતા. જે પૈકી 52 વર્ષીય મોમશિંહ રત્ના અમળિયાને મૃત જાહેર કરવામાં આવ્યા છે. અન્ય એક ની સારવાર ચાલી રહી છે.

ઘટના સ્થળ પાસે બીમાર દીકરીને લઈને જતા પિતાએ ફાયર વિભાગને જાણ કરી
ત્યાં હાજર સિફ રંગુનીએ જણાવ્યું હતું કે, હું મારી 10 વર્ષની દીકરીની તબિયત સારી ન હોવાથી બાઇક પર બેસાડી ડોક્ટર પાસે લઈ જઇ રહ્યો હતો. ત્યારે હિઝદાવાડ ચાર રસ્તા પાસે લોકોની ભીડ જોઈ બીમાર દીકરીને બાઇક સાથે રોડ બાજુએ મૂકી દોડી ગયો હતો. જ્યાં જાણવા મળ્યું હતું કે, ભુવાનું રિપેરિંગ કામ ચાલતું હતું અને પાણીની લાઇનને ડાયવર્જન આપવાની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું હતું.

જેમાં ખાડામાં ઉતરેલા બે મજૂરો ગૂંગળામણથી બેભાન થઈ જતા લોકોની ભીડ ભેગી થઈ હતી. પણ કોઈએ ફાયરમાં જાણ કરી ન હતી એટલે મેં ફાયરમાં ફોન કરી ઘટના સ્થળનું એડ્રેસ આપી માહિતી આપવાની જવાબદારી સમજી જાણ કરી હતી. ફાયરનો કાફલો પણ જાણ થયા બાદ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને એક પછી એક બન્ને મજૂરોને બહાર કાઢી 108 અને ફાયરની એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યારબાદ હું દીકરીને લઈ દવાખાને નીકળી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *