સુરતના ઉધના વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, જુઓ સીસીટીવી વિડીયો

Published on: 5:08 pm, Fri, 18 September 20

સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુનેગારોને પોલીસનો કોઇ ભય રહ્યો નથી. તેઓ ધોળા દિવસે ગુનાઓને અંજામ આપી રહ્યા છે. આવો જ એક બનાવ સુરતના ઉધના વિસ્તારમાં બનવા પામ્યો છે.

સુરતના ઉધના વિસ્તારમાં એક ફ્રૂટ વેચવા વાળા સાથે આ બનાવ બન્યો છે.ચાર લોકોએ ફ્રુટ લીધા ત્યારે ફ્રુટવાળા એ પૈસા માંગ્યા તો તેની સાથે તોછડાઈ ભર્યું વર્તન કરવા લાગ્યા.

ફ્રુટવાળા એ પૈસા માંગ્યા તો ચારે જણા ફ્રુટવાળા ને મારવા લાગ્યા. વીડિયોમાં જોઇ શકાય છે તેમ પહેલાં તો તેઓ છૂટા હાથની મારામારી કરી રહ્યા છે. ત્યારબાદ ફળો ઉપાડી ફ્રુટવાળા પર ફેંકી રહ્યા છે. તે દરમિયાન આસપાસ ઊભા રહેલા લોકોએ ફ્રુટવાળા નો બચાવ કર્યો હતો. અને લુખ્ખા તત્વોને દૂર કર્યા હતા.

તેમ છતાં ન માનતા લુખ્ખા તત્વો હાથમાં જે કઈ વસ્તુ આવી તે લઈને મારવા લાગ્યા હતા. ખાલી પડેલા ફ્રુટના કેરેટ લઈને તેના છૂટા ઘા કર્યા હતા. ત્યારબાદ વિવિધ રૂપ લઈને તેની ઉપર ફેંકવા લાગ્યા હતા.

હાલ આ ઘટના ઉધનાના કયા વિસ્તારની છે તે અંગે કોઇ જાણકારી મળી રહી નથી.પરંતુ આ ઘટના બન્યા બાદ એવું જરૂર લાગી રહ્યું છે કે ગુનેગારોમાં પોલીસનો કોઇ ડર રહ્યો નથી.\

ઘટના અંગે ઉધના પોલીસે ગુનો નોંધી ચાર જેટલા શખ્સોની ધરપકડ કરી છે. બંટી, આકાશ સહિતના આરોપીઓ દ્વારા ફ્રૂટના વેપારી ને માર મારવામાં આવ્યો હતો. તેમણે મહિલા સાથે પણ ઝપાઝપી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en