મેષ:મોટાભાગનો સમય અંગત કાર્યોને પૂર્ણ કરવામાં પસાર થશે. સફળતા પ્રાપ્ત થવાથી માનસિક શાંતિનો પણ અનુભવ કરશો. આજનો દિવસ પારિવારિક અને આર્થિક બંને દૃષ્ટિએ સારો છે. એ વાતનું ધ્યાન રાખો કે કાર્ય કરવામાં પોતાની કાર્યક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખો. અન્યની વાતોમાં આવી ન જાવ. તમારા નજીકના મિત્રો અને સંપર્ક સૂત્રો સાથે સંબંધ સારા રાખો.
મિથુન:આજે થોડો સમય પોતાના રસ સંબંધિત કાર્યો કરવામાં પસાર થશે. જેથી તમે પોતાને ફરી તાજગી અનુભવ કરશો. તમારી દિનચર્યા સંબંધિત કાર્યમાં સંપૂર્ણ ઊર્જા સાથે ધ્યાન આપી શકશો. ડ્રાઇવ કરતી સમયે ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ પાલન કરો. કોઇ મોટું રોકાણ કરતાં પહેલાં વિચાર કરી લો.
સિંહ:તમારે તમારા વ્યક્તિત્વ અને રહેણી-કરણી પ્રત્યે વધારે જાગૃત રહેવું. લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશો. સમાજમાં તમારી છાપ સારી થશે. જીવન પ્રત્યે તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમારા માન-સન્માનને વધારો કરશે. પૈસા સંબંધિત કોઇ પ્રકારના લેવડ-દેવડમાં સાવધાની રાખો. તમારી સાથે કોઈ વિશ્વાસઘાત કરી શકે છે. જમીન સંબંધિત ખરીદી કરતી સમયે કાગળ કામ માં ધ્યાન રાખો.
તુલા:કોઇ પારિવારિક સમસ્યામાં તમારી યોગ્ય સલાહને માનવામાં આવશે. જેના કારણે તમે તમારી અંદર અને વધારે આત્મવિશ્વાસનો અનુભવ કરશો. કોઇ નજીકના વ્યક્તિ જ તમને દગો આપશે અને તમારા માટે કોઇ ગેરસમજ પણ ઊભી થઇ શકે છે. આજે કોઇપણ પ્રકારના પૈસાની લેવડ-દેવડ ન કરશો.
ધન:પ્રોપર્ટીની ખરીદારી સંબંધિત કોઇ યોજના બની રહી છે તો આજે તના ઉપર કામ કરવાનો ઉત્તમ સમય છે. સફળતા જરૂર મળશે. સામાજિક તથા રાજનૈતિક કાર્યોમાં પણ તમારું સારું સ્થાન રહેશે. અજાણ્યા લોકો ઉપર વધારે વિશ્વાસ ન કરો જોઈએ. કોઇ તમારી સાથે દગા કરી શકે છે. વાહન ચલાવતી વખતે પણ સાવધાની રાખો, ઘાવ કે દુર્ઘટના થવાના યોગ છે.
કુંભ:પ્રભાવશાળી વ્યક્તિ સાથે સંબંધ સ્થાપિત થવા તમારા બંને માટે સારું રહેશે. આજે અસ્ત-વ્યસ્ત થયેલી વસ્તુઓ ફરી સારી થઇ જશે. આજે કોઇ નજીકના સબંધિ પાસેથી મળેલાં સારા સમાચાર મળવાથી પરિવારમાં આનંદનો માહોલ રહેશે. તમે કોઇ ષડયંત્રના શિકાર બની શકો છો. એટલે નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી અંતર રાખો. તમારા ગુસ્સા અને કટુ વાણી ઉપર કાબુ રાખવો ખૂબ જ જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en