શરુ સંસદમાં ભાન ભૂલી અશ્લીલ ફોટા જોવામાં તલ્લીન થઈ ગયા સાંસદ અને પછી…

હાલમાં થાઈલેન્ડના સંસદ ભવનમાં સભા ચાલી રહી છે ત્યારે એક સાંસદે સંસદમાં એવી કરતુત કરતા કેમેરામાં કેદ થયા કે, તેમને પોતાની જ કરતૂત પર શરમથી પાણી પાણી થવાનો વારો આવ્યો. આ સાંસદ સંસદમાં અશ્લીલ તસવીરો(Porn Pictures) જોતા કેમેરામાં કેદ થયા હતા. બજેટ પર ચર્ચા અગાઉ સાંસદ મહોદયની આ અનૈતિક કરતૂતને પત્રકારોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી. જયારે સંસદ સભા બાદ જ્યારે પૂછવામાં આવ્યું તો જવાબ સાંભળીને પત્રકારોએ પણ પોતાના માથા પકડી લીધા.

ગઈકાલના રોજ થાઈલેન્ડની સંસદ સભામાં બજેટ પર ચર્ચા થઈ રહી હતી. આ સંસદ સભાના કારણે બધા સભ્યો તૈયારીમાં વ્યસ્ત હતાં. આ બધા વચ્ચે સાંસદ સોન્નાથેપ અનુવત (Ronnathep Anuwat)પોતાના મોબાઈલ પર કઈક જોવા લાગ્યા. પ્રેસ ગેલેરીમાં બેઠેલા પત્રકારોની જ્યારે તેમના પર નજર ગઈ તો તેમણે સાંસદને કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા. ત્યારબાદ ફોટો ઝૂમ કરતા જોવા મળ્યું કે, રોન્નાથેપ અનુવત બજેટ રિડિંગ વાંચવાની જગ્યાએ પોતાના ફોનમાં અશ્લીલ તસવીરો જોવામાં તલ્લીન થઈ ગયા હતા.

માસ્ક પણ ઉતારી નાખ્યું
થાઈલેન્ડની સંસદ સભામાં સાંસદ અનુવત અશ્લીલ તસવીરો જોવામાં એટલા તલ્લીન થઈ ગયા કે, તેમણે પોતાનું માસ્ક પણ ઉતારી નાખ્યું. અત્રે જણાવવાનું કે, સત્તાધારી પાલાંગ પ્રછારાથ પાર્ટી (Palang Pracharath)ના ચોનબુરી પ્રાંતના તેઓ સાંસદ છે. આ ઘટના સામે આવ્યા બાદ પાર્ટી બેકફૂટ પર આવી ગઈ છે. જો કે હજુ સુધી સાંસદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

અત્રે નોધનીય છે કે, જયારે સંસદ સભા પૂર્ણ થયા પછી સાંસદ રોન્નાથેપ અનુવતને પત્રકારોએ સવાલ પૂછ્યો કે, આમ કેમ કર્યું તો તેઓ પહેલા તો ખચકાયા, પરંતુ ત્યારબાદ એક અલગ જ વાર્તા ઘડી નાખી. તેમણે કહ્યું કે કોઈ પૈસા અને મદદની માગણી કરતી કેટલીક તસવીરો મોકલી હતી અને બસ તેઓ તો તે તસવીરો જ જોતા હતાં. સાંસદે એમ પણ કહ્યું કે ‘આ તસવીરોમાં બેકગ્રાઉન્ડને ધ્યાનથી જોઈને તેઓ એ જાણવાની કોશિશ કરતા હતાં કે આ છોકરી કોઈ જોખમમાં તો નથી ને. તેમણે કહ્યું કે, હું એ જોવાની કોશિશ કરતો હતો કે આ છોકરી કોઈ અપરાધીઓના કબ્જામાં તો નથી ને કે તેને આ રીતે જબરદસ્તીથી તસવીરો લેવા માટે મજબૂર કરી રહ્યા છે.’

સ્પીકરે બતાવ્યો અંગત મામલો
સમગ્ર ઘટના બાદ સરકારી અધિકારીઓના જણાવ્યાં મુજબ, સાંસદને સ્પષ્ટીકરણ માટે બોલાવવામાં આવ્યાં પરંતુ તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી આગળ થાય તેવી શક્યતા નથી. આ બાજુ હાઉસ સ્પીકર ચુઆન લીક્પએ કહ્યું કે, આ એક વ્યક્તિગત મામલો છે. એવો કોઈ નિયમ નથી કે જે અહીં નિર્ધારિત કરે છે કે બેઠક કક્ષમાં સાંસદ શું જોઈ શકે અને શું નહીં.

ભારતમાં પણ આવી એક શરમજનક ઘટના બની ચુકી છે

ભારતમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી.  2012માં કર્ણાટક વિધાનસભામાં બે કેબિનેટ મંત્રીઓ સ્માર્ટફોન પર અશ્લિલ ફિલ્મો જોતા કેમેરામાં ઝડપાયા હતા. આ સિવાય 2015માં ઓડિશા વિધાનસભામાં એક ધારાસભ્ય આવી હરકત કરતા ઝડપાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *