જાણો કેમ એક દીકરી પોતાની જ માતાની હત્યા કરવા થઇ મજબુર, સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશો

હાલમાં અહી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પુત્રીએ જ તેની માતાને ફાંસી આપી હતી. જાણવા મળ્યું છે કે, મહિલા પર તેના પતિની…

હાલમાં અહી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક પુત્રીએ જ તેની માતાને ફાંસી આપી હતી. જાણવા મળ્યું છે કે, મહિલા પર તેના પતિની હત્યા કરવાનો આરોપ હતો. હકીકતમાં ન્યાયના નામે દોષિતોને તેમના ગુનાની સજા કરવાની જોગવાઈ છે. આ કાયદા હેઠળ મરિયમ કરીમી નામની મહિલાને તેની પુત્રીએ સેન્ટ્રલ જેલમાં ફાંસી આપી હતી. ફાંસી આપવામાં આવે તે પહેલાં મરિયમ ઘણા વર્ષોથી જેલમાં હતી.

મળતી માહિતી મુજબ મરિયમ કરીમી પર તેના પતિની હત્યા કરવાનો આરોપ હતો. મરિયમનો પતિ તેની પર ત્રાસ આપતો હતો અને છૂટાછેડા આપવા તૈયાર ન હતો. મરિયમની પુત્રીએ તેના પિતાની હત્યા બદલ તેની માતાને માફ કરવાની ના પાડી હતી. એટલું જ નહીં, તેણે તેના પિતાના મૃત્યુના બદલામાં માતાને પોતાની જાતને ફાંસીએ લટકાવવાની ઇચ્છા દર્શાવી હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મરિયમ કરીમીએ તેના પિતા અબ્રાહમ સાથે મળીને આ હત્યાને અંજામ આપ્યો હતો. હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે, અબ્રાહમને પણ ફાંસી આપવામાં આવી હતી કે નહીં. જોકે, પુત્રીની ફાંસી દરમિયાન તે સાક્ષી તરીકે જેલમાં હાજર હતો. મરિયમ પર આયોજિત હત્યા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને સજા કરવામાં આવી હતી.

કિયાસ કાયદા હેઠળ, દોષિતને સજા થાય ત્યારે પીડિતોનાં સબંધીઓને હાજર રહેવાનું પ્રોત્સાહન આપવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં, તેમને સજા કરવાની તક પણ આપવામાં આવે છે, જેમ મરિયમની પુત્રીને મળી. આ કાયદા હેઠળ, નાની વયના ગુનેગારોને પણ મૃત્યુ દંડ આપવાની જોગવાઈ છે. આ કડક કાયદા અંગે ચર્ચા ફરી એકવાર મરિયમ કરીમીના મામલાથી શરૂ થઈ છે. માનવાધિકાર સંગઠનોએ તેની ટીકા કરી છે અને કહ્યું છે કે તે ન્યાય નથી પરંતુ ક્રૂરતા છે. તે કહે છે કે, મરિયમની પુત્રીને વર્ષોથી આ જ શીખવવામાં આવે છે કે, તેની માતાએ ગુનો કર્યો હતો. તેથી તે તેની માતાને ક્યારેય માફ કરી શકી નહીં. આ કિસ્સો ઈરાનમાંથી સામે આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *