બેડ નીચે સરકાવી દીધી પતિની લાશ અને રાત ભર તેની પર આખી રાત સૂઈ રહી પત્ની

આ ઘટના રાજસ્થાનના ચુરુ જિલ્લાની છે. જ્યાં એક પત્ની પોતાના પતિની દારૂની આદતને કારણે રોજ ઝઘડા થતા હતા તેણે તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. હેરાન કરનારી વાત તો એ છે કે પતિની લાશને બેડ નીચે સરકાવી દઈ રાતભર વગર કોઈ ચિંતા એ સૂઈ રહી હતી. તેના સસરા અને બાળકોને તેનો કોઈ અંદાજો પણ ન આવ્યો હતો. ઘટનાની આગલી રાતે આરોપી મહિલા એ જાતે જ પોલીસને ફોન કરી જેના વિષે જણાવ્યું. મહિલાએ પતિનું દોરડા વડે ગળું દબાવી દીધું. જો કે ઘટનાને ચોવીસ કલાકથી વધારે સમય થઇ જતાં લાશમાંથી ખરાબ વાસ આવવા લાગી ત્યારે તેણે પોલીસને જણાવવું સારું સમજ્યું.

ઘટનાની જાણકારી મળતા જ અમીરવાસ પોલીસ સ્ટેશનના સુભાષચંદ્ર પોલીસ ટીમ સાથે ઘટના સ્થળ પર પહોંચ્યા. તેના પરિવારજનોએ જણાવ્યું કે તે ત્રણ ભાઈ છે. મૃતક ૩૪ વર્ષીય નિર્મળ સૌથી નાનો હતો. તેના લગ્ન ૨૦૧૧માં નીરજ સાથે થયા હતા. તમામ ભાઈઓ અલગ અલગ રહેતા હતા. અશોક અને એક અન્ય ભાઈ અનિલ ગામમાં રહેતા હતા. જ્યારે નિર્મળ પરિવાર અને પિતા સાથે ખેતરમાં બનેલા મકાનમાં રહેતો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નીરજ ઘટનાના 10 દિવસ પહેલા પોતાના પતી સાથે ઝઘડો થવાને લીધે પિયર ચાલી ગઇ હતી. પરંતુ આગલા દિવસે જ તેનો ભાઈ તેને પાછો મૂકી ગયો હતો. ઘટના 30 સપ્ટેમ્બરની રાતની જણાવાઈ રહી છે. જોકે તેની જાણકારી આગલી રાતે આરોપી મહિલા એ જાતે જ પોલીસને ફોન કરી ને આપી હતી.

મૃતક નિર્મલ પશુઓનો કમ્પાઉન્ડર હતો. તેનો પરિવાર ગામથી લગભગ એક કિલોમીટર દૂર પોતાના ખેતરમાં આવેલા મકાનમાં રહેતો હતો. તેમને બે બાળકો છે. દીકરી ભાવના અને દીકરો રાહુલ નામ છે. નીરજે પતિની હત્યા બાદ લાશ ને બેડ નીચે સરકાવી દીધી જેને તેનાથી ઠેકાણે પાડી શકાય. જોકે તે આવું ન કરી શકી. 21 સપ્ટેમ્બર ની રાત્રે લગભગ 11:00 વાગે પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જણાવ્યું કે તેણે પોતાના પતિની હત્યા કરી દીધી છે. નિર્મલના પિતા શિક્ષક હતા. તેઓ નિર્મલ સાથે જ રહેતા હતા.

નિર્મળના પિતાએ જણાવ્યું કે તેના પૌત્રી અને પૌત્ર એ જણાવ્યું કે બંને ઝઘડી રહ્યા હતા. તેઓ ત્યાં પહોંચ્યા અને બંનેને સમજાવ્યા. પરંતુ આગલા દિવસે જ્યારે નિર્મળ ન દેખાયો તો તેને શોધવાની કોશિશ કરી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે આરોપી મહિલા વગર કોઈ ચિંતા એ ઉભી હતી. જાણે કે તેને કોઈ વાતનો પસ્તાવો જ ન હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *