પુથ્વી પર જીવતા બધાં લોકોને ઓક્સિજનની જરૂર હોય છે પણ અમુક કારણોસર માનવ જીવનમાં બીમારીઓને લીધે શ્વાસની સમસ્યા અનુભવતા દર્દીઓને ઓક્સિજન લેવામાં તકલીફ પડતી હોય છે ત્યારે આવાં દર્દીઓને પૈસા ખર્ચીને પણ ઓક્સિજનની બોટલ લાવવી પડતી હોય છે.
આ બોટલની કિંમત સામાન્ય લોકો માટે આર્થિક રીતે ખુબ જ ખર્ચાળ હોય છે. જેને કારણે સામાન્ય પરિવારનાં લોકોને આ ખર્ચ પોસાય એમ હોતો નથી, ત્યારે આવા શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા દર્દીઓની માટે હાલમાં ઊંઝા શહેરમાં છેલ્લા 7 વર્ષથી એક સંસ્થા મફતમાં કૃત્રિમ ઓક્સિજન પૂરું પાડે છે. આ સંસ્થા દ્વારા કુલ 3 મશીનથી આ પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી.
દાતાઓના દાનથી હાલમાં કુલ 73 મશીન સુધી આંક પહોંચી ગયો છે. ઊંઝામાં પોતાનાં એક ખાસ મિત્રનાં મોતનું કારણ ફેફસાને લીધે શ્વાસ લેવામાં થતી સમસ્યાને લીધે મૃત્યુ થતા એને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ઊંઝાના મિત્રોએ એક ટ્રસ્ટ બનાવ્યુ હતું.
હાલમાં કુલ 70 જેટલા લાઈટથી ચાલતા તથા જાતે જ ઓક્સિજન પેદા કરતા ઓક્સિજન મશીન વસાવ્યા તેમજ ઓક્સિજનની જરૂર મંદ લોકોની સેવા શરૂ કરી હતી. આ ટ્રસ્ટ દ્વારા જેમને ઓક્સિજનની જરૂરીયાત હોય એવા દર્દીઓને વિના મૂલ્યે આ મશીન આપીને સેવા કરી રહ્યા છે.
સમગ્ર વિશ્વને જ્યારે કોરોનાએ પોતાના ભરડામાં લીધેલું છે તેમજ આખી દુનિયાને આ મહામારીએ હચમચાવી નાખ્યું છે. છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલ આ વૈશ્વિક મહામારીએ લાખો લોકોની જિંદગીનો ભોગ લઈ લીધો છે. કેટલાય સેવાકર્મીઓએ દર્દીઓની સેવા કરતાં કરતાં પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે.
આવી મહામારીમાં કેટલીયે સેવાભાવી સ્વૈચ્છીક સંસ્થાઓ પણ દર્દીઓની વ્હારે આવી છે તેમજ કોરોના ગ્રસ્ત દર્દીઓની ઉત્તમ સેવા કરવામાં આવી રહી છે. કોરોના મહામારીમાં અગત્યનું અંગ ઓક્સિજન રહેલું છે. મળતી જાણકારી પ્રમાણે કોરોનાનાં દર્દીઓ માટે ઉત્તમ દવા હોય તો એ ઓક્સિજન છે.
આવા સમયે કોરોનાના દર્દીઓ માટે દેવદૂત બનીને મહેસાણા જિલ્લામાં આવેલ ઊંઝા કે જે સમગ્ર વિશ્વમાં જીરૂ તેમજ વરિયાળી માટે જાણીતું છે. ત્યાંની સંસ્થા પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ સમગ્ર રાજ્યમાં ઓક્સિઝન માટેના પોર્ટેબલ મશીનની સેવા પુરી પાડવામાં આવી રહી છે.
તમામ લોકો આસાનીથી ઉપયોગ કરી શકે એવું આ મશીન કે જે વીજળી દ્વારા ચાલતું આ મશીન લોકોનું જીવન બચાવી રહ્યું છે. ઊંઝા શહેરમાં રહેતાં સેવાભાવી યુવાન કમલેશભાઈ પટેલને આજથી કુલ 7 વર્ષ અગાઉ ફેફસાની બીમારી થઈ હતી અને જેને લઈને સતત આ પ્રકારના મશીન પર પોતાની લાંબા સમય સુધી જિંદગી પસાર કરવી પડી હતી.
આ બીમારીની સામે છેવટે મૃત્યુની જીત થઈ તેમજ કમલેશ હારી ગયો હતો. આ વખતે પોતાના મિત્રને કાયમ યાદ રાખવા માટે કુલ 18 જેટલા સેવાભાવી યુવાનો આગળ આવ્યા અને નક્કી કર્યું કે, આપણા મિત્ર કમલેશને જે સમસ્યા થઈ એ અન્ય કોઈને પૈસાના અભાવે તથા આવા ઓક્સિજન મશીનના અભાવે ન પડે એની માટે લોકોને આવા ઓક્સિજનની સેવા આપવાનું નક્કી કર્યું.
પોતાના મિત્રને શ્રધ્ધાજલી આપવાં માટે ફેફસાની બીમારી વાળા દર્દીને વિના મૂલ્યે સેવા આપી હતી. આ મિત્રો પોતાના મિત્રને કાયમ યાદ રાખવાં માટે કમલેશ પી.કે.પટેલ ઓક્સિજન સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. આજથી 7 વર્ષ અગાઉ કુલ 18 મિત્રો દ્વારા કરવામાં આવી હતી.
શરૂઆતમાં લગભગ કુલ 70,000 રૂપિયાની કિંમતનું એક મશીન એવા કુલ 3 મશીનથી શરૂ કરેલ આ સેવા હાલમાં દાતાઓના સહકારથી કુલ 73 મશીન દ્વારા સમગ્ર રાજ્યમાં આવાં પ્રકારની સેવા શરૂ કરવામાં આવી છે. હાલમાં આ મશીનો ઘણાં પરિવારની માટે આશીર્વાદ રૂપ બન્યા છે. આ સંસ્થા દ્વારા આ મશીન વિના મુલ્યે આપવામાં આવે છે તેમજ જયારે દર્દી સાજો થઈ જાય ત્યારે આ મશીન પાછું લઈ લેવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle