બિગબોસના ઘરમાં કૃપા વરસાવવા રાધે માએ વસુલ્યા આટલા રૂપિયા, આંકડો છે ચોંકાવનારો

હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. હાલમાં કોરોનાની વેશ્ભાવિક ભારતીય ટેલિવિઝનનો સૌથી વિવાદાસ્પદ તથા TRP મામલે ટોચમાં રહેતો રિયાલિટી શો બિગ બોસ-14ની નવી સિઝન ટૂંક જ સમયમાં શરૂ થવા માટે જઈ રહી છે.

સલમાન ખાનનાં શોને લઇ ફેન્સમાં ભારે ઉત્તેજના જોવાં મળી રહી છે. આ શો માટે કેટલાંક મોટા સેલેબ્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં આધ્યાત્મિક ગુરુ રાધે માંનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ શો માટે રાધેમાં સૌથી વધારે ફી વસુલનાર સ્પર્ધક બની છે.

મળી રહેલ જાણકારી પ્રમાણે, રાધે માં શોનો ભાગ બનવા માટે તગડી ફી લઈ રહી છે. એમને દર સપ્તાહમાં અંદાજે 25 લાખ રૂપિયા આપવામાં આવશે. જો કે, બિગ બોસ-14ના નિર્માતાઓએ રાધે માંની ફી વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પોતાના દેખાવ તથા નિવેદનને લીધે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવતી રાધે માંના સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં ભક્તો રહેલાં છે.

હાલમાં જ શોનાં નવા પ્રોમો વીડિયોથી લોકોને વધુ રસ પડવા લાગ્યો છે. આ નવા પ્રોમો વીડિયોમાં ઘણીવાર વિવાદોમાં ઘેરાયેલ આધ્યાત્મિક ગુરુ રાધે માં ‘બિગ બોસ 14’ ના ઘરમાં પ્રવેશ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં રાધે મા લાલ ડ્રેસમાં સજીધજીને આવી રહી છે. આની સાથે જ હાથમાં ત્રિશૂળ પણ રાખ્યું છે.

આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, રાધે માંની સાથે એમના ઘણાં ભક્તો પણ જોવા મળી રહ્યા છે. એન્ટ્રીની સાથે જ બિગ બોસે પણ રાધે માને ઘરમાં આવકાર્યા છે. આ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, આ શનિવારે બિગ બોસના મકાનમાં કોની કૃપા વરસશે? બિગ બોસ 14 ગ્રાન્ડ પ્રીમિયર, 3 ઓક્ટોબરે શનિવારની રાત્રે 9 વાગ્યે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *