કોરોનાથી બચી રહેવાં આ હોટલમાં શરુ કરવામાં આવી અનોખી પહેલ – ગ્રાહકોને આપવામાં આવે છે આયુર્વેદિક થાળી 

કોરોનાને કારણે લાગુ થયેલ લોકડાઉન બાદ હવે અનલોકમાં રેસ્ટોરન્ટથી લઈને બજારો પણ ધીરેધીરે ખુલ્લી રહી છે પરંતુ બની શકે છે કે, હજૂ પણ તમે મનથી બહારનું ખાવાથી ભયનો અનુભવ કરી રહ્યાં હો. દિલ્હીમાં એક મોટી રેસ્ટોરન્ટ હવે આપને સ્વાદિષ્ટ ભોજન તો આપશે જ આની સાથે જ તમારી ઈમ્યુનિટી વધારવાનો પણ દાવો કરી રહ્યા છે.

આયુર્વેદિક રીતે થાળી આપશે :
દિલ્હીની એક રેસ્ટોરન્ટ Ardor2.1ને કોરોનાથી લડવા માટે એક એવી થાળી તૈયાર કરી છે કે, જે દાવો કરે છે કે, wને આયુર્વેદિક રીતે બનાવવામાં આવી છે. આ થાળીનું નામ વૈદિક થાળી છે. જેમાં ઈમ્યુનિટીમાં વધારો કરનાર આયુર્વેદિક સામગ્રી ભરપૂર માત્રામાં મળી રહેશે. સ્વાદિષ્ટ પણ હશે અને શરીર માટે લાભદાયી પણ રહેશે.

અહીં ખાવાનું બનાવવા માટે લાકડા તથા કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ માટીના વાસણમાં ખાવાનું તૈયાર કરવામાં આવે છે. વૈદિક થાળીમાં ઘણાં પ્રકારના લીલાં શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં આર્યન, વિટામીન-C, વિટામીન-Dની માત્રા વધારે હોય. મસાલા તરીકે હળદર, આંબલા, તુલસી, શંખપુષ્પી જેવાં આયુર્વેદિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવશે.

મેન્યુમાં શું હશે ?
જો મેનૂની વાત કરવામાં આવે તો સ્ટાર્ટરમાં સપ્તસામગ્રી પનીર ટિક્કા, પાત્રા, કારેલા, આલૂ પિટીકા રહેશે તો વળી મેઈન કોર્સમાં લાલ સાગ, ગઢવાલ દાળ, કાફૂલી, અંજીર કોફતા, કુમાઉની રાયતા, મડુઆ રોટલી, આલૂ ભાજીનો સમાવેશ થાય છે. મીઠાસમાં આપને ચ્યવનપ્રાસ, આઈસ્ક્રીમ પણ આપવામાં આવશે.

આલ્કોહોલિક ઉકાળો પણ પીવા મળશે :
પહેલી વખત એવા આલ્કોહોલિક ડ્રિંક્સ બનાવવામાં આવ્યા છે કે, જેમાં ભારતીય પરંપરાનું પણ મિશ્રણ હશે. નામ જાણીને જ તમે ચોંકી જશો. જેમાં હાઈ રસમ તથા વિટામીન-C જેવા અનોખા કોકટેલ આપને આ હોટલમાં મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *