રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસ વધતા સમગ્ર દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતુ. પરતું હવે ધીરે-ધીરે અનલોક કરીને છૂટછાટ આપવામાં આવી રહી છે. જેના કારણે લોકો હવે રજાના દિવસોમાં ફરવા માટે નીકળી પડતા હોય છે. ગઈકાલના રોજ દમણમાં (Daman) પર્યટકો સુરક્ષિત ન હોય એવી રીતે ધોળે દિવસે લૂંટની (loots) ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
અંક્લેશ્વરથી પરિવાર સાથે દમણ ફરવા આવેલા મિતેશ પટેલનો પરિવાર રિસોર્ટમાં રોકાયો હોય છે. સવારે તેઓ દેવકા બિચ (Devka Beach) ઊપર ફરવા માટે નીકળ્યા હતા આ દરમિયાન એક યુવક ચપ્પુ લઈને આવે છે. પરિવારને ચપ્પુ બતાવી લૂંટ ચલાવવામાં આવી છે.
આ ઘટના દરમ્યાન ત્યાં હાજર કેટલાક પ્રવાસીઓએ મોબાઈલમાં વીડિયો (Mobile video) પણ બનાવ્યો હતો. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં (social media) વાયરલ (viral video) થઈ રહ્યો છે. હાલમાં આ વીડિયોના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના દરમ્યાન મિતેશભાઈનો મોબાઈલ, વોલેટ અને તેમના પત્નીનું મંગળસૂત્ર લૂંટીને નાસી જાય છે. સાથે જ કોઈને જાણ ન કરવા ધમકી આપે છે.
હાલમાં આ ઘટનાનો વિડીયો ખુબ જ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, દમણના દેવકા બીચ પર એક યુવક મોટા છરા જેવા તિક્ષ્ણ હથિયારથી એક પ્રવાસી પરિવારને ધમકાવી તેમની પાસેથી લૂંટ ચલાવી રહ્યો છે.
મિતેશભાઈ લૂંટારૂ યુવકને આજીજી કરતા કહે છે કે, તું રૂપિયા લઈ જા પરંતુ અંદર રહેલા જરૂરી ડોક્યુમેન્ટ મને આપી દે..તો લૂંટારૂ તેન એ આપવાની જગ્યાએ ગાળો આપવા લાગે છે બાદમાં નાસી જાય છે. આ યુવક પ્રવાસી પાસેથી મોબાઈલ, વોલેટ અને તેમના પત્નીનું મંગળસૂત્ર લૂંટીને ભાગી જાય છે.
આ ઘટનામાં લુંટનો ભોગ બનનાર પ્રવાસે આવેલ પરિવારની એક મહિલા સભ્ય પણ યુવક પાસે આજીજી કરતી જોવા મળે છે. તો આ ઘટનાને નજરે જોનાર એક અન્ય મહિલા પણ પોલીસને બોલાવો એવી બૂમો પાડીને લોકોને જાણ કરી રહી છે. અને કેટલાક લોકો પણ ત્યાં બાજુમાંથી અવર જવર કરી રહ્યા છે. તેમ છતાં યુવકને પકડી રહ્યા નથી. જે એક શરમજનક બાબત કહી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle