ગુજરાતમાં 3 જુને આવનારા વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે આપી મહત્ત્વની અપડેટ

ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. ઝ્ને તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે…

ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. ઝ્ને તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાઈ છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે વરસાદ થશે અને કયાંથી ચોમાસાની શરૂઆત થશે તેની આગાહી કરી હતી.

ગુજરાત પર સંભવિત વાવાઝોડાનું જે જોખમ તોળાઈ રહ્યું હતું તે હવે ટળ્યું છે. હવામાન વિભાગ અનુસાર 3 જૂનના રોજ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાના કિનારા સાથે ટકરાઈ શકે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ હતું. હવે એવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે કે, અરબી સમુદ્રમાં સક્રિય થઇ રહેલું વાવાઝોડું પોતાની દિશા બદલી ઓમાન તરફ ફંટાય તેવી શક્યતા છે. આમ ગુજરાત પરથી વાવાઝોડાંનું સંકટ ટળે તેવી સંભાવના જોવા મળી રહી છે. ખાનગી એજન્સી તરફથી મળેલી માહિતી અનુસાર આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારે ટકરાશે નહીં પરંતુ તેની અસર ગુજરાત અને મહારાષ્ટ્ર પર જરૂરથી જોવા મળશે.

હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં સક્રિય થનાર વાવાઝોડું હવે ગુજરાતને ટકરાશે નહીં. વાવાઝોડું ગુજરત તરફ મૂવ કરીને ઓમાન તરફ ફંટાઈ જશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જશે પરંતુ તેની અસર ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારમાં જોવા મળશે. વાવાઝોડાની અસરના કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલે કહ્યું કે, 1 જૂન આસપાસ અરબી સમુદ્રમ લક્ષદ્રીપ પાસે લો-પ્રેસરના કારણે વાવાઝોડું સક્રિય થઇ શકે છે અને 2 જૂન દરીયાન વાવાઝોડું મજબૂત બનીને ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ મૂવ કરી શકે છે અને 3 જૂનના રોજ વાવાઝોડું ગુજરાતના દરિયા કાંઠે ટકરાયા પહેલા ઓમાન તરફ ફંટાઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાનાં કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની અને દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

અગાઉ બે દિવસ પહેલા હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે, 30 અને 31 મેના રોજ ગુજરાતના સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાના વિસ્તારમાં અમરેલી ભાવનગર, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ પડી શકે છે અને અરબી સમુદ્રમાં નવી સાયક્લોનિક પેટર્ન સર્જાઈ રહી છે. જેના કારણે 1થી 3 જૂન વચ્ચે વરસાદ પડી શકે છે અને વરસાદની સાથે-સાથે ભારે પવન ફૂંકવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *