ઉદ્યોગપતિ યુવકે યુટ્યુબમાં વીડિયો જોઈને બે બેંકોમાંથી કરી લાખો રૂપિયાની ચોરી

પોલીસે સોમવારે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન થયેલા નુકસાનને પહોંચી વળવા માટે આ 25 વર્ષિય વ્યક્તિએ આ ચોરીની યોજના બનાવી હતી અને આ માટે તેણે YouTube નો સહારો લીધો હતો. ઓડિશાના ભુવનેશ્વર શહેરમાં તૈયાર કપડાં વેચતા દુકાનદારને બે બેંકોમાંથી રૂપિયા 12 લાખની લૂંટના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોમવારે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન થયેલા નુકસાનને પહોંચી વળવા માટે આ 25 વર્ષિય વ્યક્તિએ આ યોજના બનાવી હતી અને આ માટે તેણે યુટ્યુબ પર વીડિયો જોઈને આ વિચાર કર્યો હતો

આરોપીની ઓળખ ‘સૌમ્યરંજન જૈન અને તૂલું’ તરીકે થઇ છે, જે શહેરની બાજુમાં આવેલા ગામ તાંગીબંતામાં રહે છે. પોલીસે જણાવ્યું હતું કે તેણે ગયા મહિને રમકડાની બંદૂકના જોરે ઈન્ડિયન ઓવરસીઝ બેંક અને બેંક ઓફ ઈન્ડિયાની લૂંટ ચલાવી હતી.. મીડિયા સાથે વાત કરતાં ભુવનેશ્વર-કટકના પોલીસ કમિશનર એસ. સારંગીએ જણાવ્યું હતું કે,“આરોપીએ આ બંને બેંકો પાસેથી લોન લીધી હતી અને કોવિડ -19 ને કારણે લોકડાઉનમાં આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું.”

એક પ્રેસ કોન્ફરન્સમાં કમિશનરે કહ્યું કે, ‘તેઓ નુકસાનની ભરપાય કરવા માગતો હતો અને આ માટે તેણે ભુવનેશ્વરની બે બેંકોમાંથી 12 લાખની લૂંટ કરી હતી. તેણે 7 સપ્ટેમ્બરના રોજ ઈન્ફોસિટી વિસ્તાર નજીક ઈન્ડિયન ઓવરસીઝ બેંકને લૂંટી હતી અને પછી 28 સપ્ટેમ્બરના રોજ માંચેશ્વરના બારીમુંડા ખાતે બેંક ઓંફ ઇન્ડિયાની એક શાખામાં લૂંટ કરી હતી. તેને YouTube પર વીડિયો જોઈને ચોરીનો ખ્યાલ આવ્યો હતો. તેણે રમકડાની બંદૂકની મદદથી લૂંટ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં 10 લાખનો રૂપિયા અને ચોરીમાં વપરાયેલ વાહન અને રમકડાની બંદૂક જપ્ત કરી છે.

સૌમ્યરંજન જૈન, જ્યારે બેંકમાં કર્મચારી ઓછા હતા, ત્યારે હેલ્મેટ પહેરીને બેંકમાં પ્રવેશ કર્યો હતો અને રોકડ હેન્ડઓવર(રોકડ રકમ)ની માંગ કરી હતી. પોલીસ કમિશનરે કહ્યું કે ‘આરોપીના બંને બેંકોમાં ખાતા છે અને તેણે આશરે 19 લાખની લોન લીધી હતી. ચોરી થયા બાદ તેણે લગભગ 6 લાખ બેંકને ચુકવી પણ દીધા હતા. લૂંટના પૈસામાંથી 60,000 લઈને બેંક માં ફરીથી જમા કરવવા બેંક પહોંચ્યો ત્યારે તે પકડાયો હતો. તેણે વિચાર્યું કે જો તે ઓછી રકમથી લોન ચૂકવશે, તો કોઈ તેના પર શંકા કરશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *