લોકડાઉન સામાન્ય પ્રજાને લાગુ પડે, નેતાઓને નહી, જુઓ કેવી ધામધુમથી પરણ્યો પૂર્વ મુખ્યમંત્રીનો દીકરો

કોરોનાવાયરસ ના કારણે દેશભરમાં lockdown ની પરિસ્થિતિ છે. ત્યારે કર્ણાટક રાજ્ય એક હાઈપ્રોફાઈલ લગ્નનું સાક્ષી બન્યું. પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ના દીકરા નિખિલ કુમારસ્વામીએ કર્ણાટકની…

કોરોનાવાયરસ ના કારણે દેશભરમાં lockdown ની પરિસ્થિતિ છે. ત્યારે કર્ણાટક રાજ્ય એક હાઈપ્રોફાઈલ લગ્નનું સાક્ષી બન્યું. પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી ના દીકરા નિખિલ કુમારસ્વામીએ કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી ૨૮ કિલોમીટર દૂર એક ફાર્મ હાઉસમાં પૂર્વ મંત્રીની પૌત્રી રેવતી સાથે લગ્ન કર્યા. બેંગ્લોર થી ૨૮ કિલોમીટર દૂર રામનાગરા સ્થિત ફાર્મ હાઉસમાં આ પ્રસંગ આયોજિત થયો હતો. આ પ્રસંગના ફોટા પરથી સ્પષ્ટ થાય છે કે એક પણ વ્યક્તિએ માસ્ક અથવા ગ્લવ્સ નો ઉપયોગ કર્યો ન હતો. આ ઉપરાંત સામાજિક અંતર પણ જાળવવામાં આવ્યું ન હતું. આ ખબર પર બોલીવૂડ માંથી પણ ઘણા બધા રિએક્શન આવ્યા છે. રવીના ટંડન આ ઘટના પર એક ટ્વિટ કર્યું, જે હેડ લાઈન બની ગયું છે.

રવીના ટંડન એ નિખિલ કુમાર સ્વામી ના લગ્ન પર ટ્વીટ કર્યું કે : ‘ઠીક છે. સ્પષ્ટ છે કે આ લોકોને ખબર નથી કે દેશમાં ઘણા બધા લોકો પોતાના પરિવાર સુધી પહોંચી નથી શકતા અને ભૂખ્યા રહે છે. જ્યારે બાકીના લોકો આ સંકટની ઘડીમાં ગરીબોની મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. આશ્ચર્ય છે કે બુફે માં શું પીરસવામાં આવ્યું હશે.’

જણાવી દઈએ કે શુક્રવારે આ બંને રાજનૈતિક પરિવારોના લગ્નમાં કોઈપણ મહેમાન હાજર ન હતા. લગ્નમાં દરેક પરંપરાઓનું પાલન કરવામાં આવ્યું હતું. પરિવાર અને સંબંધીઓ તેમજ વરરાજાના પિતા પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામી રામનગર સ્થિત ફાર્મ હાઉસમાં મોજૂદ હતા. અભિનેતામાંથી નેતા બનેલા નિખિલે પાછલા વર્ષે પરિવારના ગઢ ગણાતા માંડ્યા થી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ હાર થઈ. તેમના પરિવારે આ પહેલાં કુમાર સ્વામી ના વિધાનસભા ક્ષેત્ર રામનગરમાં ભવ્ય સમારોહ આયોજિત કર્યો હતો, પરંતુ જેડીએસ નેતાએ ગુરુવારે એક વિડીયો સંદેશ ના માધ્યમથી પોતાના સમર્થકોને કાર્યક્રમ સ્થળથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. આ કાર્યક્રમને કોરોના વાયરસ ના રેડ ઝોન બેંગ્લોરમાં શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો.

લગ્ન સ્થળ પર જતાં રસ્તાને ૧૦ કિલોમીટર સુધી બ્લોક કરી દેવામાં આવ્યા હતા. ફાર્મ હાઉસ ની આસપાસ મીડિયાના લોકો ને પણ જવા દેવામાં ન આવ્યા. સામાન્ય જનતા માટે રસ્તાઓ બંધ હતા પરંતુ મહેમાનોને ગાડીના નંબર ચેક કરીને જવા દેવામાં આવતા હતા. રાજકીય લોકો પાસેથી જાણવા મળ્યું કે 150 લોકોને લગ્નમાં ભેગા થવા માટે પરવાનગી આપવામાં આવી હતી. પરંતુ કર્ણાટક રાજ્યના lockdown ના નિયમ મુજબ 75 થી 100 લોકોને જ લગ્ન જેવા પ્રસંગે ભેગા થવાની પરવાનગી મળી શકે છે.

કર્ણાટક માં કોરોનાવાયરસ ના 300 કેસ સામે આવ્યા છે અને તે 13 લોકોએ કોરોના ને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *