હાલના સમયમાં દર 10 લોકો માંથી એક વ્યક્તિ છે કોરોના સંક્રમિત – WHOનું નિવેદન

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નેતાઓની વિશેષ બેઠકમાં સંગઠને કહ્યું છે કે વિશ્વના દર 10 લોકોમાંથી એક કોરોના સંક્રમિત હોય છે.વરિષ્ઠ અધિકારીના મતે, આ અનુમાનનો અર્થ એ છે કે “વિશ્વની કુલ વસ્તીનો એક મોટો હિસ્સો જોખમમાં છે”. અત્યાર સુધીમાં,250 સોથી વધુ દેશોમાં 3.5 કરોડ લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો છે. જો કે, who કહે છે કે, ચેપનો વાસ્તવિક આંકડો 80 કરોડની નજીક હોઈ શકે છે.નિષ્ણાતો લાંબા સમયથી કહેતા આવ્યા છે કે ચેપના કેસોની નોંધાયેલી સંખ્યા કરતા વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે.

સ્વિટ્ઝલેર્ન્ડના જિનીવા શહેરમાં સ્થિત મુખ્યાલયમાં whoની બેઠક મળી હતી,જેમાં વિશ્વભરના દેશોના મહામારીને કેવી રીતે નષ્ટ કરવી તેની ચર્ચા કરવામાં આવી હતી.ગયા વર્ષે ચીનના વુહાનમાં કોરોના વાયરસના ચેપનો પ્રથમ કેસ નોંધવામાં આવ્યો હતો. ત્યારબાદ, દસ મહિનાનો લાંબો સમય વીતી ગયો છે પણ આ મહામારી સમાપ્ત થાય એવું લાગતું નથી.

કેટલાક દેશોમાં રોગચાળાના ફેલાવાને રોકવા માટે પ્રતિબંધો લાદ્યા હતા.પછી પણ મહામારીની બીજી લહેર જોવા મળી હતી અને કેટલાક દેશોમાં  લોકોની સંખ્યા પહેલા કરતાં પણ વધુ વધી ગઈ છે.whoના હેલ્થ ઇમરજન્સી પ્રોગ્રામના ડિરેક્ટર,માઇક રેયાન એ પણ એવો અંદાજ લગાવ્યો છે કે વિશ્વની 10 ટકા વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુકી છે.

તેમણે કહ્યું,”આ સંખ્યા એ જુદા જુદા દેશો,શહેરો અને ગામો અને જુદા જુદા સમૂહોના આધારે છે.””પરંતુ આનો અર્થ એ થયો કે વિશ્વનો મોટો ભાગ ખતરામાં છે. આપણે જાણીએ છીએ કે રોગચાળો યથાવત્ રહેશે, પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે આ સમયે ચેપ અટકાવવા અને જીવ બચાવવા માટે આપણી પાસે ઉપાપો પણ છે.” વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ, ટેડ્રોસ એડોનમ ગ્રીબ્રીઅસ એ કહ્યું છે કે, વિશ્વના વિવિધ દેશોમાં વાયરસની જુદી જુદી અસર થઈ છે અને રોગચાળાને પહોંચી વળવા આપણે દરેકને સાથે  મળીને કામ કરવું પડશે.

તેમણે કહ્યું, “જોકે આ દેશના તમામ દેશો આ વાયરસથી પ્રભાવિત થયા છે, પરંતુ આપણે યાદ રાખવું પડશે કે, રોગચાળો બહુ ઓછા અને વધુ પ્રભાવ બતાવી રહ્યો છે.અમુક દેશોમાં 70% મૃત્યુ નોંધાયા છે.” જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, વાયરસથી અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત અને બ્રાઝિલમાં સૌથી વધુ ચેપ જોવા મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *