ભારતમાં સ્ત્રીઓની સાથે થઈ રહેલ શારીરિક તથા માનસિક અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો જ થઈ રહ્યો છે. હાલમાં ઉત્તરપ્રદેશના હાથરસમાં યુવતીની સાથે કુલ 4 નરાધમોએ કરેલ બળાત્કારનો વિરોધ દેશના વિવિધ રાજ્યોમાં ઉગ્ર રીતે ચાલી રહ્યો છે ત્યારે હાલમાં આવા જ એક સમાચાર સામે આવી રહ્યા છે.
અમેરિકામાં આવેલ પેન્સિલ્વેનિયામાં એક શરમજનક ઘટના સામે આવી રહી છે. જેણે પિતા-પુત્રીના સંબંધો પર મોટું કલંક લગાવ્યું છે. અહી એક પિતાને પોતાની જ ફક્ત 10 માસની જ પુત્રીની સાથે બળાત્કાર કર્યો છે તેમજ બળાત્કાર કર્યા બાદ બાળકી જ્યારે હલવાનું બંધ કરી લીધું તો વ્યક્તિએ ગૂગલમાં પુછ્યું કે, કેવી રીતે ખબર પડે કે બાળકી જીવે છે કે મરી ગઇ?
બાળકીને બળાત્કાર કર્યાના કુલ 2 કલાક બાદ હોસ્પિટલમાં સીરિયલ ઇટરનલ ઇન્જરીને લીધે એનું મોત થઇ ગયું. મળેલ જાણકારી પ્રમાણે માત્ર 29 વર્ષનાં સ્ટીવન ઓસ્ટિને પોતાની દીકરી જારા સ્ક્રાગની સાથે બળાત્કાર કર્યો હોવાના આરોપ સહ પકડી લેવામાં આવ્યો છે. ઓસ્ટિન એક ફૂટબોલ કોચ છે તથા એની પર સેક્શુઅલ એસોલ્ટ તથા બાળકી સાથે કરેલ બળાત્કાર તથા બીજા ગંભીર ધારાઓ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મોંટગોમરી કાઉન્ટી ડિસ્ટ્રિક અર્ટૉનીની ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શનિવારે ઓસ્ટિને પોલીસને ફોન પર કહ્યું કે, એની પુત્રીને શ્વાસ લેવાનું બંધ કરી દીધું છે. ત્યારપછી બાળકીને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી પરંતુ બાળકીનો જીવ બચાવી શકાયો નહી. આ મામલે ડોક્ટરે તરત જ પોલીસને જાણ કરી હતી.
ઓસ્ટિનનાં બ્રાઉઝરની સર્ચ હિસ્ટ્રી કાઢ્યા બાદ આ મામલો સાફ થયો. ઓસ્ટિને પોલિસને કોલ કર્યો હતો કે, એના એક કલાક પહેલા તે ગૂગલ પર સર્ચ કરી રહ્યો હતો કે, કેવી રીતે ખબર પડે કે બાળકી જીવતી છે કે મરી ગઇ છે? એને પોતાના કુલ 2 મિત્રોને પણ મેસેજ કરીને મદદ માંગી હતી.
બાળકીના ડાઇપરની તપાસ કરતા ઓસ્ટિનની આ કાળી કરતૂત સામે આવી હતી. બાળકીના ડાઇપર પર લોહીના તથા ઓસ્ટિનના સીમેનના થોડા અંશ પણ મળ્યા હતા. બાળકીને ઓટોપ્સીમા પણ જાણવા મળ્યું હતું, કે એની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle