આમ કેમ બનશે આત્મનિર્ભર ભારત?- સરકારે ચીનને આપ્યો 1100 કરોડનો મેટ્રો ટ્રેન ટનલ બનાવવાનો કોન્ટ્રાકટ

ચાઇનીઝ મલ્ટીનેશનલ સિવિલ કન્સ્ટ્રક્શન કંપની શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કું. લિ. (એસટીઇસી- STEC) ન્યુ અશોક નગર અને દિલ્હી-મેરઠ આરઆરટીએસ(RRTS) કોરિડોરના સાહિબાબાદ વચ્ચે 5.6 કિલોમીટર ભૂગર્ભ કોરીડોરના…

ચાઇનીઝ મલ્ટીનેશનલ સિવિલ કન્સ્ટ્રક્શન કંપની શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કું. લિ. (એસટીઇસી- STEC) ન્યુ અશોક નગર અને દિલ્હી-મેરઠ આરઆરટીએસ(RRTS) કોરિડોરના સાહિબાબાદ વચ્ચે 5.6 કિલોમીટર ભૂગર્ભ કોરીડોરના નિર્માણ માટેના પાંચ બીડરમાં સૌથી નીચી બોલી લગાવનાર તરીકે આવતા કોન્ટ્રાકટ તેમને મળવા જઈ રહ્યો છે.

આ બાબતે કોંગ્રેસના પ્રવક્તાએ ટ્વીટ કરીને કહ્યું કે, “मोदी सरकार द्वारा चीन की शंघाई ईजिनीरिंग कम्पनी को ₹1,126 करोड़ का ठेका। वाह, मोदी जी, ये है भाजपा के ‘आत्मनिर्भर भारत’ की परिभाषा!”

નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ (NCRTC) એ આજે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ આરઆરટીએસ કોરિડોરના કોન્ટ્રાકટ ખોલ્યા છે. કુલ પાંચ રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય બિડરોએ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લીધો હતો. એન.સી.આર.ટી.સી. દ્વારા જાહેર કરાયેલા નાણાકીય બિડના પરિણામ મુજબ, તમામ બોલી લગાવનારાઓની સ્થિતિ નીચે મુજબ છે:

  1. શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કું. લિમિટેડ (STEC): રૂ. 1,126 કરોડ (એલ -1)
  2. લાર્સન એન્ડ ટુબ્રો લિ. (L&T): 1,170 કરોડ (એલ -2)
  3. ગેલરમક અગીર સનાયી ઇન્સત વે તાહહત એ.એસ. (Gulermak): 1,326 કરોડ રૂપિયા (એલ -3)
  4. ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ- SKEC JV: રૂ. 1,346 કરોડ (એલ -4)
  5. આફકન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ : રૂ. 1,400 કરોડ (એલ -5)

એનસીઆરટીસીએ ગયા વર્ષે નવેમ્બરમાં પ્રથમ ભૂગર્ભ સિવિલ કન્સ્ટ્રક્શન પેકેજ (ડીએમ / સીએન / સીઓઆર-ઓફ / 086) માટે વૈશ્વિક બિડ મંગાવ્યા હતા અને આ કરાર પેકેજ માટેની તકનીકી બિડ 16 માર્ચ 2020 ના રોજ ખોલવામાં આવી હતી.

એનસીઆરટીસી દ્વારા સ્વીકૃતિનો પત્ર (એલઓએ) જારી કર્યા પછી, એસટીઇસીએ ન્યુ અશોક નગર અને સાહિબાબાદ વચ્ચે 1095 દિવસમાં ટનલ બનાવવાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. કરારની શરતો મુજબ, કટ અને કવર પદ્ધતિ દ્વારા ટનલ દ્વારા કામ ટબીએમ દ્વારા કરવામાં આવશે. એનસીઆરટીસી દ્વારા જારી કરાયેલું આ પ્રથમ ભૂગર્ભ કરારનું પેકેજ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *