સોસીયલ મીડિયામાં અવારનવાર કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણી તમને ખુબ જ આશ્વર્ય થશે. આઇકોનિક બિકિની, જે અભિનેત્રી ઉર્સુલા એન્ડ્રેસે પહેલી જેમ્સ બોન્ડ ફિલ્મ બનાવી હતી એ બિકિનીની હવે હરાજી કરવામાં આવશે.
ઇતિહાસમાં હરાજી કરનાર પ્રોફાઇલ્સએ બુધવારે જણાવ્યું હતું કે, આઇવરી કલરની બિકીનીની હરાજી કરવામાં આવી રહી છે. ઉર્સુલા એન્ડ્રેસની બિકિનીની લોસ એન્જલસમાં 13 નવેમ્બરે હરાજી કરવામાં આવશે. તેની અંદાજિત કિંમત 5,00,000$ સુધી એટલે કે, લગભગ 3,65,00,000 રૂપિયા થઈ શકે છે.
84 વર્ષીય ઉર્સુલા એંડ્રેસ કે જેમણે વર્ષ 1962 ની ફિલ્મમાં હની રાઇડરનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મમાં તેણે પહેરેલી બિકિનીની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી. ઉર્સુલા એંડ્રેસ વર્ષ 2001માં લંડનની હરાજીમાં સૌ પ્રથમ બિકીની વેચી હતી. જો કે, તે સમયે 45,200$ ની હરાજી કરવામાં આવી હતી.
આ વખતે તેનું અંદાજિત ઇનામ આની કરતાં વધુ છે. ઇતિહાસની હરાજીના પ્રોફાઇલ્સ હેડ બ્રાયન ચેન્સ આ બિકીનીને વિશ્વની સૌથી લોકપ્રિય બિકિની તરીકે વર્ણવે છે.5 ઓક્ટોબર વર્ષ 1962 ના રોજ રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં સીન કોનેરી મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મનું નિર્દેશન ટેરેન્સ યંગે કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle