ગુજરાત રાજ્યમાં અનલોક પછી અકસ્માતનાં બનાવો સતત વધ્યા છે. ત્યારે વધારે એક અકસ્માતનો બનાવ બનાસકાંઠામાં બહાર આવ્યો હતો. જેમાં બનાસકાંઠાનાં અમીરગઢ તાલુકાનાં ગામ પાસે મોડી સાંજનાં સમયે બે બાઈકનો અકસ્માત થયો હતો. આ અકસ્માતનાં બનાવમાં ચાર લોકોને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત બધા લોકોને રાહદારીઓએ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં હોસ્પિટલમાં રાતનાં સમયે સારવારમાં એક વ્યકિતનું મૃત્યુ નીપજયું હતું
તેમજ બીજા ત્રણ લોકોમાંથી આજ રોજ સારવારમાં વધારે બે લોકોનાં મોત થયા હતા એટલે બે બાઇકમાં થયેલા અકસ્માતમાં કુલ ત્રણ લોકોનાં મૃત્યુ થયા છે. આ આખી ઘટનાને પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આખી ઘટનાની તપાસ ચાલુ કરી છે. રિપોર્ટ મુજબ બનાસકાંઠાનાં અમીરગઢ તાલુકાનાં વિરમપુરથી ધાનપુર જતા રોડ ઉપર 9 ઓક્ટોબરનાં રોજ સાંજે એક અકસ્માતનો બનાવ બહાર આવ્યો હતો. આ અકસ્માતના બનાવમાં પૂરપાટ ઝડપે જતી બે બાઈકો સામસામે જોરથી અથડાઈ હતી.
બનાવમાં બાઇક સવાર કુલ 4 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બહુ ગંભીર હતો. 2 બાઈક અથડાતાં બંને બાઇક સવાર રસ્તાની બાજુમાં આવેલી ઝાડીઓ બાજુ ફેંકાયા હતા. બનાવની જાણ થતાં રાહદારીઓ તરત જ બનાવ સ્થળ પર પહોંચ્યા હતા તેમજ ઈજા થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવા માટે 108નો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેથી 108 ગણતરીનાં સમયમાં બનાવ સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત થયેલા ચાર લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના ગણતરીના કલાકોમાં જ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું તેમજ 3 લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલુ હતી. હોસ્પિટલમાં સારવારમાં આજ રોજ બીજા 2 લોકોનાં મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યું છે. જેથી બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોનાં મૃત્યુ થયા છે.
મળેલ માહિતી અનુસાર, અમીરગઢ તાલુકામાં આવેલાં પેડયોળી ગામમાં રહેતાં કાળુ ગમાર તેનાં ભાઇઓ સાથે પાલનપુરનાં બાદરપુરા ગામમાં ભાગીયા રીતે રહેતાં હતાં તેમજ કાળુ ગમાર મોબાઈલ ફોન ખરીદવા જતા હતા તે સમયે તેમની બાઇકનો રામપુરા વડલાથી વિરમપુર બાજુ આવી રહેલાં યુવકોની બાઈક સાથે અકસ્માતની ઘટના બની હતી.
અકસ્માતની ઘટનામાં મૃત્યુ થયા તે લોકોનાં નામ સાયબ ખોખરીયા, કાળુ ગમાર તેમજ સોમા માણસાનો સામેલ થાય છે. બનાવની જાણ થતા અમીરગઢ પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી તેમજ પોલીસ દ્વારા આખા મામલની પ્રાથમિક તપાસ કરીને અકસ્માતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા મૃતકનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle