ગુજરાતમાં આવેલ બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં હાલમાં તસ્કરોએ હોબાળો મચાવી દીધો હતો. જેમાં વાવના આકોલી ગામમાં કુલ 5 જગ્યાએ ચોરી થઈ છે. જ્યારે થરાદ તાલુકામાં આવેલ સાબા ગામમાં કુલ 17 જગ્યાએ ચોરી કરીને કુલ 22 જગ્યાએ ચોરી કરતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ છે.
આ ઘટનાને કારણે પોલીસે CCTV ફૂટેજને આધારે અજાણ્યા તસ્કરોની તપાસ હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ વાવ તથા થરાદ તાલુકામાં તસ્કરોએ હોબાળો મચાવ્યો છે. જેમાં વાવ તાલુકામાં આવેલ આકોલી ગામમાં કુલ 2 મંદિર સહિત કલ 5 જગ્યાએ ચોરી કરીને અજાણ્યા તસ્કરો ભાગી ગયા હતા.
જ્યારે થરાદ તાલુકામાં આવેલ સાબા ગામમાં પણ કુલ 2 મંદિરો સહિત કુલ 17 રહેણાંક મકાનો તથા દુકાનોમાં તસ્કરો ચોરી થઈ છે. રાત્રિના સમયમાં ખેતરોમાં રહેતા તથા ગામમાં બંધ પડેલ મકાનોનાં દરવાજા તોડી તસ્કરોએ લાખો રુપિયાના માલ મત્તાની ચોરી કરીને ભાગી ગયા છે.
વહેલી સવારમાં ઘટનાની જાણ થતાં જ મકાન માલિકોએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડતી થઇ ગઇ છે. વાવ તથા થરાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને CCTV ફૂટેજને આધારે અજાણ્યા તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ મંદિરમાંથી કુલ 1 કિલો ચાંદી સહિત દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આની ઉપરાંત ચોરોએ ચોરી કરેલ એક ઘર માલિક રમેશભાઈ જેઓ ફરિયાદ પણ કરે છે. એમના જણાવ્યા મુજબ મારા ઘરમાં રાત્રે ચોરી થઈ હતી. ચોરોએ ઘરમાંથી દાગીના તથા રોકડા રૂપિયાની ચોરી કરીને ભાગી ગયાં હતા.
સાબા ગામના યુવકના જણાવ્યા મુજબ સાંથેર માતાનું મંદિર તથા પટેલ વાસમાં કુલ 10-12 ઘરના તાળા તૂટ્યાં હતાં. મંદિરમાંથી તસ્કરો દાન પેટી પણ લઈ ગયા હતા. આની ઉપરાંત રબારી વાસમાં પણ કુલ 3-4 ઘરના તાળા તૂટ્યાં હતા. આમ, આખા ગામમાંથી સોના-ચાંદીના ઘરેણાં સહિત લાખોની રકમનો મુદ્દામાલ લઈને તસ્કરો ભાગી ગયા હતા.
અત્યારે ગામમાં ડરનો માહોલ છવાઈ ગયો છે.અહીં ઉલ્લેખનીય છે કે, માત્ર એક જ રાતમાં વાવ તથા થરાદ વિસ્તારમાં કુલ 22 જગ્યાએ ચોરી થવાથી સમગ્ર વિસ્તરામાં ફફડાટ મચી ગયો છે. જ્યારે લોકોમાં ચોરી થવાનો ડર ફેલાઈ ગયો છે. આની ઉપરાંત તસ્કરોના તરખાટની વચ્ચે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle