બનાસકાંઠાના જંગલોમાં લટકી રહી છે પ્રેમીપંખીડાની લાશો, આજે એટલા મૃતદેહો મળ્યા કે…

બનાસકાંઠા જીલ્લામાં જંગલમાંથી આજ રોજ 4 મૃત્તદેહ મળી આવ્યા છે. જુદી જુદી જગ્યાએથી લટકતા મૃત્તદેહો મળી આવ્યા છે. આજ રોજ બાલારામ જંગલમાંથી વધારે એક યુવકનો…

બનાસકાંઠા જીલ્લામાં જંગલમાંથી આજ રોજ 4 મૃત્તદેહ મળી આવ્યા છે. જુદી જુદી જગ્યાએથી લટકતા મૃત્તદેહો મળી આવ્યા છે. આજ રોજ બાલારામ જંગલમાંથી વધારે એક યુવકનો મૃત્તદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ અગાઉ દાંતાનાં બારવાસ તેમજ જેસોર જંગલમાંથી મૃત્તદેહ મળી આવ્યા હતા.

આજ રોજ પાલનપુર પાસે જેસોરનાં જંગલમાં 2 પ્રેમીઓએ ગળા ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા હાહાકાર મચી ગઇ હતી. આ બનાવનાં પગલે ફોરેસ્ટ વિભાગનાં કર્મચારી અને પોલીસ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા આ યુગલની લાશને પોસ્મોટમ માટે મોકલી વધારે કાર્યવાહી ચાલુ કરી છે.

પોલીસ તપાસમાં બે-ત્રણ દિવસથી આ લાશ લટકતી હોવાનું જાણવામાં આવ્યું હતું. લાશથી અમુક અંતરે પોલીસને એક બાઇક પણ મળી હતી. જોકે, પ્રેમી યુગલ પાસેથી કોઇ પણ સુસાઇડ નોટ મળી નથી. પ્રેમી યુગલે ક્યા કારણે આત્મહત્યા કરી તે હજુ સુધી જાણી શકાયુ નથી. બનાસકાંઠાનાં દાંતાનાં બારવાસ તેમજ જેસોરનાં જંગલોમાંથી લટકતી લાશો મળવાનો સિલસિલો ચાલુ રહ્યો છે.

પાલનપુર પાસે બાલારામ જંગલમાંથી વધારે એક યુવકની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. ઝાડ ઉપર લટકતી હાલતમાં એક યુવકની લાશ મળી આવી છે. આજ રોજ દાંતાનાં બારવાસમાં, જેસોરનાં જંગલોમાં પ્રેમી પંખીડા, જ્યારે બાલારામનાં જંગલમાં યુવકે આપઘાત કર્યો હોય તેવી હાલતમાં લાશ મળી આવી છે. જિલ્લામાં આજ રોજ 4 વ્યક્તિઓની આ જંગલમાંથી મૃતદેહો મળી આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *