ગુજરાતના આ વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે થયો ભારે વરસાદ- ગોંડલમાં ઓવરફ્લો થયું

છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદની મોટી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તઃયો…

છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદની મોટી મોટી આગાહીઓ કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તઃયો છે. અને ખાલી રહેલા તળાવો પાણી ભરીને ઓવરફલો કરી દીધા છે. આજ રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

ગુજરાતના સૌરાષ્ટ્રના વાતાવરણમાં આજે પલ્ટો જોવા મળ્યો છે. ભાવનગર જીલ્લમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. આજરોજ ભારે ઉકળાટ વચ્ચે બપોરના સમયે વરસાદનો પ્રારંભ થયો હતો અને અડધા કલાક સુધી પવન સાથે વરસાદ ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે અને આજે પણ મેઘરાજા થોડી ક્ષણો માટે વરસીને જતાં રહ્યા હતા ત્યારે લોકો ઈચ્છી રહ્યાં છે મેઘરાજા મન મૂકીને વરસે તો ઠંડક પ્રસરે અને બફારામાંથી છૂટકારો મળે.

ગોંડલની વાત કરી તો ગોંડલમાં આવેલું વેરી તળાવ નર્મદાની નીરથી ઓવરફ્લો થયું છે. છેલ્લા 12 દિવસના વિરામ બાદ ગઢડામાં કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગ્રામ્ય પંથકમાં વાવણી લાયક વરસાદ બાદ 12 દિવસ પછી વરસાદ આવતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો. વરસાદ વરસતાં વાવેલા પાકને જીવનદાન મળ્યું છે. રાજકોટના મવડી ગામમાં ભારે વરસાદથી પાળ નદીમાં પૂર આવ્યું છે. તેમજ જખરાપીરની નદી ભરાતા લોકો જોવા ઉમટ્યા છે. પાળ નદીમાં લોકો ન્હાવા માટે ઉમટ્યા છે.

ગોંડલ શહેરની જીવાદોરી ગણાતી વેરી તળાવ આજે વહેલી સવારે 6 વાગ્યા આસપાસ ઓવરફ્લો થયું જોવા મળ્યું છે. ગોંડલનું વેરી તળાવ નર્મદાના નીરથી ઓવરફ્લો થયું છે. જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે છેલ્લા 4-5 દિવસથી ગોંડલ પંથકમાં ધોધમાર તો ક્યારેય ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. બાબરામાં બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથએ ધોધમાર વરસાદ વરસ્યો હતો. સતત બીજા દિવસે મેઘરાજા મન મુકીને વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બાબરાના ચમારડી, ચરખા, ઉંટવડ, વાવડી સહિતના ગામોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો.લાઠીમાં પણ ત્રણ દિવસના વિરામ બાદ આજે મેઘરાજાની પધરામણી થતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *