કંગના રનૌત સામે લડવું ઉદ્ધવ ઠાકરેને પડયું ભારે, સુપ્રીમ કોર્ટે પદ પરથી હટાવવાનો આપ્યો આદેશ? -જાણો હકીકત

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી પદથી હટાવવાના અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની અરજીને ના મંજુર કરી હતી. મુખ્ય ન્યાયાધીશે ટીપ્પણી કરી હતી કે અભિનેતાના મોતનો અર્થ એ નથી કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થા નિષ્ફળ થઇ ગઈ છે અને તમે જે દાખલો આપ્યો છે તે મુંબઈનો છે.

CJI એસ.એ. બોબડે એ અરજદારને કહ્યું હતું કે તમે એક સમાન્ય નાગરિક તરીકે રાષ્ટ્રપતિનો સંપર્ક કરવા સવત્ન્ત્ર છો, અહીં અદાલતમાં આવશો નહીં. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, “આવી માંગ કરવી હોય તો રાષ્ટ્રપતિ પાસે જાવ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મહારાષ્ટ્રમાં રાજ્યની મશીનરી નિષ્ફળ ગઈ છે. શાસક પક્ષ ગુનેગારોને બચાવવા માટે કામ કરી રહ્યું છે. અરજીમાં સુશાંત સિંહ રાજપૂતની મોત, કંગના રાનાઉતનાં મકાનને તોડી પાડવાની અને ધમકી આપવાના અને શિવ સેનાસે ભૂતપૂર્વ નૌકા અધિકારી પર કરવામાં આવેલા ખૂની હુમલાનું ઉદાહરણ આપવામાં આવ્યું છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *