અમેરિકામાં આવેલ કેલિફોર્નિયા સ્ટેટમાં રહેવા વાળો એક વ્યક્તિ હોસ્પિટલમાં પહોંચ્યો, એણે પોતાનાં હાથમાં એક પોલીથીનની બેગ પકડી હતી, જેની અંદર ટોયલેટ પેપર રોલ મૂકવામાં આવ્યું હતું. ત્યાં હાજર ડોકટરે જયારે એ રોલ બહાર કાઢ્યો તો એને જોઈને તે ચોંકી ગયા.
હકીકતમાં એ વ્યક્તિ એ રોલ પર એક ખુબ મોટો ટેપવોર્મ લપેટીને લાવ્યો હતો. જે એના પેટની અંદરથી નીકળ્યો હતો. એની લંબાઈ કુલ 5.5 ફૂટ હતી, જેને જોયા બાદ ડોક્ટરો પણ ચોંકી ગયા હતાં. ટેપવોર્મ એક પ્રકારનો પેરાસાઈટ કીડો (કૃમિ) હોય છે, જે અડધા પાકેલા માંસમાં મળી આવે છે.
આ સ્ટોરી અમેરિકામાં આવેલ ફ્રેસ્નો શહેરમાં રહેનાર એક વ્યક્તિની છે, જે ઓગસ્ટ વર્ષ 2017 માં ફ્રેસ્નોના કમ્યુનિટી રિજનલ મેડિકલ સેન્ટરમાં સારવાર કરાવવા માટે આવ્યો હતો. હોસ્પિટલના ડોક્ટર કૈની બેનએ એક દર્દીની વાર્તા ‘વોંટ હર્ટ અ બિટ’ નામની એક સિરીઝમાં જણાવી હતી.
ડોક્ટરનાં મત પ્રમાણે એ વ્યક્તિ ડાયરિયાને લીધે પેટમાં દુ:ખાવો તથા પેટમાં મરડાવાની પીડા સામે ઝઝૂમી રહ્યો હતો. એક દિવસ એ હોસ્પિટલ આવ્યો તથા પેટના કૃમિનો ઈલાજ કરવા માટે જણાવ્યું. ત્યારપછી એ વ્યક્તિએ જે કર્યુ એ જોઈને ડોક્ટર આશ્વર્યચકિત થઈ ગયાં.
પોતાની સમસ્યા જણાવતી વખતે એ વ્યક્તિએ ડોકટરના હાથમાં એક પોલીથીનની બેગ આપી હતી. જેમાં એક ખાલી ટોયલેટ રોલ મુકવામાં આવ્યો હતો, જેની ઉપર કંઈક લપેટેલું હતું. જયારે ડોક્ટરે એને બહાર કાઢીને જોયું તો તે દંગ રહી ગયા. કારણ કે, એની ઉપર એક ઘણો મોટો ટેપવોર્મ કૃમિ લપેટેલો હતો. જે દર્દીના પેટમાંથી નીકળયો હતો.
દર્દીએ જણાવતાં કહ્યું કે, એક દિવસ પેટમાં દુઃખાવો થવા પર જયારે તે ફ્રેશ થવા માટે ટોયલેટમાં ગયો, તો એને પોતાના પેટ માંથી કંઈક નીકળતું દેખાયું, જેને જોઈ પહેલા તો તે ખુબ ડરી ગયો પરંતુથોડી હિમ્મત રાખીને જયારે એણે ખેંચવાનું શરુ કર્યુ, તો એ વસ્તુ લાંબા સમય સુધી બહાર નીકળતી રહી. એ એક પ્રકારનો કૃમિ હતો અને હલી રહ્યો હતો. વ્યક્તિના પેટમાંથી નીકળેલ પેરાસાઈટ વોર્મ (પરજીવી કૃમિ) કુલ 5 ફૂટનો હતો.
ડોક્ટર બેનની સહયોગી ડોક્ટર મેસનએ જણાવતાં કહ્યું કે, ટેપવોર્મ કુલ 40 ફૂટ સુધી લાંબો હોઈ શકે છે. એ પરજીવી કૃમિ દર્દીના પેટમાં જ મોટા થતા રહે છે. એ દરમ્યાન જો એ કૃમિ મળદ્વાર સુધી પહોંચી જાય તો એના બહાર નીકળવાની શક્યતા વધી જાય છે.
પેટમાંથી નીકળેલ એ વિચિત્ર કૃમિને એ વ્યક્તિ ટોયલેટ રોલમાં લપેટીને ડોક્ટરની પાસે લઈ આવ્યો હતો. એ મરી ગયેલ કૃમિને જોયા બાદ ડોક્ટરે જણાવતાં કહ્યું કે, એ એક ટેપવોર્મ હતો, જે મોટાભાગે માંસમાં મળી આવતો હોય છે. આ પરજીવી પ્રાણીઓ તથા માનવીના પાચનતંત્રને ખુબ નુકશાન પહોંચાડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle