વલસાડના અબ્રામા વિસ્તારના ૨૫ વર્ષીય વિદ્યાર્થી યુવાનનું ઓસ્ટ્રેલિયાના એલવુડ, મેલબોર્ન સિટીમાં ગુરુવારે રાતે ભયાનક કાર અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
વલસાડના અબ્રામા ખાતે આવેલી માર્બલ ફેકટરી પાસે રહેતા મહેશભાઇ સોલંકીના એકના એક પુત્ર ભાર્ગવ સોલંકી છેલ્લા ૪ વર્ષથી ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન સીટીમાં ગ્લેનહંટલી વિસ્તારમાં મિત્રો સાથે રહેતો હતો. ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિર્વિસટીમાં અભ્યાસ કરતા ભાર્ગવએ થોડા સમય પહેલા માસ્ટર ડિગ્રી પૂર્ણ કરી હતી અને ઓસ્ટ્રેલિયાના પી.આર. માટે અરજી કરવાનો હતો.
ભાગર્વ તા. ૨૨-૧૦-૨૦ ના રોજ રાત્રે તેની નિશાન કારમાં સવાર થઇને ઘરે જતો હતો. તે સમયે રાત્રે ૧૦:૩૦ વાગ્યાના સુમારે મેલબોર્નના એલવુડ વિસ્તારમાં હોલ્ડન યુટે કારમાં સવાર ચાલકે બેફામ ઝડપે હંકારીને ભાગર્વની કારને જોરદાર ટક્કર મારતા, સર્જાયેલા ભયંકર અકસ્માતમાં, કમભાગી ભાગર્વનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. વિકટોરીયા પોલીસે અકસ્માત સર્જનાર હોલ્ડન યુટે કારમાં સવાર ૨૩ અને ૨૪ વર્ષની ઉંમરના બે યુવાનોની ધરપકડ કરી છે.
ઘટનાની જાણ થતાં, ઓસ્ટ્રેલિયામાં રહેતા મૃતકના મિત્રો તથા અન્ય ભારતીય મૂળના રહીશોએ ભાગર્વના મૃતદેહને વતન ભારત પહોંચાડવા માટેની જરૃરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. ભાગર્વના મિત્રોએ આ કામમાં મદદ માટે સોશ્યલ મીડિયામાં એક મેસેજ પણ વહેતો કર્યો છે. સ્થાનિક યુવાનોના જણાવ્યાનુસાર, તમામ ફોર્માલીટીશ પૂર્ણ કરવામાં આશરે એકાદ અઠવાડિયુ લાગી શકે છે. જેથી ભાગર્વનો મૃતદેહ આ મહિનાના અંત સુધીમાં તેના વતન પહોંચી જશે.
મળતી માહિતી મુજબ, અકસ્માતમાં મોતને ભેટેલા યુવાન ભાગર્વ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો. તેના પરિવારમાં માતા, પિતા તથા નાની બહેન છે. ભાગર્વના પિતા મહેશભાઇ સોલંકી સોફ્ટવેર એન્જીનીયર છે અને તેઓ વલસાડ ખાતે આવેલી ઇકો પ્લાસ્ટ કંપનીમાં નોકરી કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle