સતત વિવાદોમાં રહેતાં મહેશ ભટ્ટને લઈ ઘરની જ વ્યક્તિએ કર્યો આજ સુધીનો સૌથી મોટો ખુલાસો – જુઓ વિડીયો   

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી તો ચાલી રહી છે. સુશાંત કેસમાં તેમજ એ પહેલાના ઘણા કેસમાં મહેશ ભટ્ટનું નામ વિવાદોમાં આવી ચૂક્યું છે. આવા માહોલની…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી તો ચાલી રહી છે. સુશાંત કેસમાં તેમજ એ પહેલાના ઘણા કેસમાં મહેશ ભટ્ટનું નામ વિવાદોમાં આવી ચૂક્યું છે. આવા માહોલની વચ્ચે મહેશ ભટ્ટની ભાણેજ વહુ લુવિનાએ ગંભીર આરોપ મુક્યા છે. લુવિનાએ સોશિયલ મીડિયામાં 2 મિનિટનો એક વીડિયો શૅર કર્યો છે.

વીડિયોમાં લુવિનાએ જણાવતાં કહ્યું હતું કે, એણે મહેશ ભટ્ટના ભાણેજ સુમીત સભ્રવાલની સાથે લગ્ન કર્યા હતા પણ એનો પતિ ડ્રગ્સ સપ્લાય કરતો હોવાને લીધે એણે ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો છે. લુવિનાએ આ સમગ્ર મામલે એક વીડિયો શેર કર્યો છે તથા જણાવ્યું કે, મેં મહેશ ભટ્ટના ભાણેજ સુમિત સભ્રવાલની સાથે લગ્ન કર્યા છે પણ ડિવોર્સનો કેસ ફાઈલ કર્યો છે.

આગળ વાત કરતાં લુવિનાએ જણાવતાં કહ્યું હતું કે, સુમિત બોલિવૂડ એક્ટ્રેસિસ સપના પબ્બી અને અમાયરા દસ્તુરને ડ્રગ્સ સપ્લાય કરે છે. આટલું જ નહીં પરંતુ એના મોબાઈલમાં વિવિધ છોકરીઓની તસ્વીરો છે. તે ડાયરેક્ટર્સને છોકરીઓની તસ્વીર બતાવવામાં આવી છે તથા છોકરીઓ સપ્લાય કરે છે.

મહેશ ભટ્ટ આ વાત સારી રીતે જાણે છે. મહેશ ભટ્ટ ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ડૉન છે. તેઓ સંપૂર્ણ સિસ્ટમ ઓપરેટ કરે છે. જો તમે એમના નિયમો માનો નહીં તો તેઓ તમારું જીવન દુષ્કર બનાવી દે છે. ત્યારપછી ઘટસ્ફોટ કરતાં ભાણેજ વહુએ જણાવતાં કહ્યું હતું કે, મહેશ ભટ્ટે ઘણાં લોકોનું જીવન બરબાદ કરી નાંખ્યું છે તથા એમને બેકાર બનાવી દીધા છે.

એમના એક કોલથી લોકો પોતાની નોકરી ગુમાવી દેતાં હોય છે. મેં જ્યારથી કેસ ફાઈલ કર્યો ત્યારથી તેઓ મારી પાછળ પડી ગયા છે. એક વખત તો તે મારા ઘરમાં આવ્યા હતાં તથા મને ઘરેથી કાઢી મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. કોઈ મારી ફરિયાદ લેતું ન હતું, ઘણાં પ્રયત્નો પછી મારી ફરિયાદ લેવામાં આવી હતી પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

I m being harrased by Mahesh Bhatt & family. Pls support.

A post shared by Actor | Luviena Lodh (@luvienalodh) on Oct 23, 2020 at 2:26am PDT

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *