નાર્કોટિક્સ કંટ્રોલ બ્યરોનાં ઝોનલ ડાયરેક્ટર KPS મલ્હોત્રાનાં કહેવા અનુસાર મુંબઈ શહેરનાં શરીક તેમજ ઓનિબા લગ્ન પછી હનીમૂન કરવા માટે દોહા ગયા હતા. એવો આક્ષેપ છે કે, એ અગાઉ મહિલાની એક સબંધીએ તેમની બેગમાં ડ્રગ્સ મુકી દીધુ હતુ. આ વાતથી અજાણ દંપતિ જયારે એરપોર્ટ પર ઉતર્યા તે સમયે ચેકિંગમાં ડ્રગ્સ મળતું હતું તેમજ તે દંપતીની ધરપકડ કરવામાં આવી હતી.
તે દંપતીની પાસેથી 41 KG જેટલું હશિશ મળ્યુ હતુ. જોકે આ દંપતિ નિર્દોષ હોવા માટેની અપીલ કરતું હતું તેમજ કોર્ટે તે દંપતીને 10 વર્ષની સજા ફટકારી હતી. જેલમાં જ તેમને એક બાળકીનો જન્મ થયો હતો. છેલ્લા એક વર્ષથી જેલમાં આ દંપતિને છોડવવા માટે તેમનાં પરિવારનાં સભ્યો દોડધામ કરી રહ્યા હતા. ઓનિબાનાં પિતાને વિશ્વાસ હતો કે, પુત્રી તેમજ જમાઈ નિર્દોષ છે. તેમણે ગત વર્ષે NCBનાં અધિકારીને મળીને આ બધી વાત કરી હતી.
ઓનિબાનાં પિતા શકીલ અહેમદે અધિકારીઓને જણાવ્યું હતુ કે, જે ડ્રગ્સ એરપોર્ટ પકડાયું હતું તે ડ્રગ્સની પાછળ ઓનિબાની કાકી તબસ્સુમ કુરેશી તેમજ તેનાં સાથી નિઝામ કારા જવાબદાર છે. પિતાએ પુત્રની નિર્દોષતાને સાબિત કરવા માટે ઘણા દસ્તાવેજો તેમજ એક ઓડિયો ક્લિપ પણ આપી હતી. ત્યારબાદ બાદ NCBએ તબસ્સુમ તેમજ નિઝામને પકડવા જાળ બીછાવી હતી. વર્ષ 2019નાં ડિસેમ્બર માસમાં તબસ્સુમ તેમજ નિઝામ 13 ગ્રામ જેટલા કોકેન સાથે નાગપાડા વિસ્તારમાંથી પકડાયા હતા.
એ દરમિયાન 26 ફેબ્રુઆરીનાં રોજ ચંદીગઢમાં 4 લોકો પાસેથી 1.5 KG ચરસ મળી આવ્યું હતું. જેમનાં તાર તબસ્સુમ તેમજ નિઝામની સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યુ હતુ. નિઝામ કારાનાં કહેવા ઉપર તબસ્સુમે પોતાની ભત્રીજીની બેગમાં ડ્રગ્સ મુક્યું હતું. હાલ NCB ઓનિબા તેમજ શરીકને દોહાની જેલમાંથી છોડાવીને ભારત દેશ પાછા લાવવા માટે પ્રયત્નો કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle