ગુજરાતમાં અવાર-નવાર સરકારી અધિકારીઓ દ્વારા લાંચ લેવાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરીએક વખત અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. એ.સી.બી. અમદાવાદ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલમાં કેન્ટીનના બીલો પાસ કરાવવા માટે ડૉ. ઉપેન્દ્રભાઈ પટેલ, મેડીકલ ઓફીસર અને ડૉ. શૈલેષકુમાર પટેલ, મેડીકલ ઓફિસરએ 8 લાખ રૂપિયા લાંચની માંગણી કરી હતી, એ.સી.બી. એ છટકું ગોઠવી 8 લાખ રૂપિયાની લાંચ સ્વીકારવાનાં ગુનામાં બંને ડૉક્ટરોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાતમાં અવાર-નવાર સરકારી અધિકારીઓ દ્વારા લાંચ લેવાની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે આજે ફરીએક વખત અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો હતો. જે ઓર્ડર આધારે ફરીયાદીશ્રીના ભાઇ દ્વારા ચાર માસ સુધી કોવિડ-19 અંગે ચા પાણી તથા જમવાનું પૂરૂ પાડેલ જે કેન્ટિન ફેસિલિટી બાબતે રજૂ કરેલ બિલ 1,18,00,000 રૂપિયા મંજૂર કરવા માટે પ્રથમ 30 ટકા લેખે લાંચની માંગણી કરેલ રકઝકના અંતે 16 ટકા લેખે 16,00,000 રૂપિયા ની લાંચની માંગણી કરેલ જેમાં ફરીયાદી પાસેથી અગાઉ બે વખત 10,00,000 રૂપિયા લઇ લીધા હતા.
આ ઉપરાંત બાકીના 6,00,000 રૂપિયા તથા ફરીયાદીશ્રીના ભાઇની કેન્ટિનનું ટેન્ડર ત્રણ વર્ષ માટે મંજૂર કરવા બીજા 2,00,000 રૂપિયાની લાંચ માંગી હતી. આ રીતે કુલ 8,00,000 રૂપિયા ની લાંચની માંગણી કરી લાંચની માંગણીમાં બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી આરોપી.નં.૧ એ સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ઓફિસની સામે વેઈટીંગ રૂમમાં ફરીયાદીશ્રી પાસેથી 8,00,000 રૂપિયા માંગી સ્વીકારી બંન્ને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કર્યાથી કોવિડ-19 નો ટેસ્ટ કરાવી બંને આરોપીની અમદાવાદ એ.સી.બી. દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle