ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આ ખાસ કામ માટે આવશે ગુજરાત

ગઈકાલે જ અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. રથયાત્રા યોજવા કે ન યોજવા તેના પર જે અસમંજસ ચાલી રહ્યું હતું તેના…

ગઈકાલે જ અમદાવાદ ભગવાન જગન્નાથ રથયાત્રાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા હતા. રથયાત્રા યોજવા કે ન યોજવા તેના પર જે અસમંજસ ચાલી રહ્યું હતું તેના પર ગુજરાત હાઈકોર્ટે પૂર્ણ વિરામ મુકતા 143મી રથયાત્રા કાઢવા પર રોક લગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટની ડિવીઝન બેન્ચમાં ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ જેબી પારડી વાલાએ શનિવારે સાંજે તાત્કાલિક સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સને અનુસરીને જ ગુજરાત હાઈકોર્ટે નિર્ણય કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજી નો રથ શહેરના માર્ગો પર નીકળવાને બદલે મંદિરના પ્રાંગણમાં જ ફરશે. તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આજે વળી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે ગુજરાતના અમદાવાદ ખાતે આવીને મંગળા આરતીમાં ભાગ લેશે તેવી અટકળો શરુ થઈ છે.  ગુજરાત હાઈકોર્ટે રથયાત્રા પર રોક લગાવી દીધી છે. પણ 142 વર્ષથી ચાલતી આવતી રથયાત્રામાં બ્રેક લાગી ગઈ છે. જો કે, મંદિર પ્રશાસન દ્વારા મંદિર પટાંગણમાં જ રથયાત્રા કાઢવાનો વિચાર છે. તેવામાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અષાઢી બીજના દિવસે મંગળા આરતીમાં ભાગ લેવા માટે અમદાવાદ આવી શકે છે.

ગૃહમંત્રી અમિત શાહ આવવાના હોવાની વાતો વચ્ચે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પણ ભગવાન જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. અને ત્યાં સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત, અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયા અને મેયર બિજલ પટેલ પણ નિજ મંદિરે પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ કાલે સવારે રથયાત્રાને લઈ મંદિરના ટ્રસ્ટીઓ સાથે બેઠક યોજશે. આવતીકાલે હાઈકોર્ટમાં રથયાત્રા માટે રજૂઆત કરવામાં આવી શકે છે તેવી પણ જાણકારી મળી રહી છે.

આ વખતે અમદાવાદ નગરનાં નાથ નગરચર્યાએ નીકળશે નહીં. તે વાતતો નક્કી જ છે. પણ વર્ષોથી ચાલી રહેલી પરંપરાને હાઈકોર્ટનાં આદેશનું પાલન કરતાં કેવી રીતે પાર પાડી શકાય તેના માટે મંદિર પ્રશાસન દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મંદિરમાં જ રથયાત્રા કાઢવા માટે મંદિર પ્રશાસન વિચાર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *