આજનાં વ્યસ્ત સમયમાં ઓનલાઇન ફૂડ ઓર્ડર કરવાનો ક્રેજ દિવસેને દિવસે વધતો જાય છે. પણ એવામાં એક આની એવી ભૂલ આપણને ભારે પડી શકે છે. જો તમે પણ ગૂગલ પરથી કસ્ટમર કેરનો નંબર લઇને કોલ કરો છો તેમજ બાદ કોઇપણ એપને તમારા ફોનમાં ડાઉનલોડ કરીને ઓર્ડર કરો છો તો સાવધાન થઇ જજો. કેમ કે આ પ્રકારની એક ભૂલથી તમારું સંપૂર્ણ એકાઉન્ટ ખાલી થઇ શકે છે. સુત્રો મુજબ, નોઇડાની IT કંપનીમાં કામ કરનારી એક મહિલા સોફ્ટવેર એન્જીન્યરને ઓનલાઇન બર્ગર મંગાવવું ખુબ ભારે પડી ગયુ. કેમ કે તેનાં ખાતામાંથી કુલ રૂપિયા 21,865 કાઢી લેવામાં આવ્યા છે જ્યારે બર્ગર માત્ર રૂપિયા 178 હતી.
જાણો કઈ રીતે ખાતામાંથી પૈસા કપાયા
નોઇડા સેક્ટર 45 વર્ષની એક મહિલાએ રૂપિયા 178નું પ્રી પેડ પેમેન્ટ પછી એક બર્ગર ઓર્ડર કર્યું. બર્ગરની ડિલીવરી 35 જેટલા મિનિટમાં જ થવાની હતી. પણ દોઢ કલાક સુધી ડિલીવરી થઇ નહિ. મહિલાએ સંબંધિત રેસ્ટોરન્ટ કર્મચારીથી મેસેજ કર્યો તો તેને કહ્યું કે, ઓર્ડર કેન્સલ થયો છે. આ આખો બનાવ રિમોટ કંટ્રોલ વાળી એપની સાથે જોડાયેલો છે.
તે પછી જ્યારે મહિલાઓ તેનાં પૈસા પાછા મેળવવા માટે ગૂગલ પર સંબંધિત કંપનીને કસ્ટમર કેરનો નંબર શોધ્યો તેમજ ફોન કર્યો. ફોન રિસીવ કરનાર વ્યક્તિએ પોતાને કંપનીનો કર્મચારી ગણાવ્યો હતો.અને આરોપીએ જણાવ્યું કે, તે કોલને મેનેજર લેવલ એક્ઝિક્યુટીવને ટ્રાન્ફર કરે છે. તે પછી આરોપીએ મહિલાને જણાવ્યું કે, તે એક એપ તેના ફોનમાં ડાઉનલોડ કરે. તે પછી તરત જ પૈસા આવી જશે. એપ ડાઉનલોડ થતાં જ મહિલાનાં ખાતામાંથી કુલ રૂપિયા 21865 કપાઇ ગયા. આ મહિલાએ સાયબર પોલીસ સ્ટેશનમાં અજાણ્યાની સામે ગુનો દાખલ કર્યો છે.
આ પ્રકારની છેતરપીંડિનાં બનાવો અવાર નવાર સામે આવતા રહે છે એવા સમયમાં ગ્રાહકને સતર્ક રહેવા માટે બેન્કથી માંડીને સરકાર સુધી ઘણા એલર્ટ જારી કરવામાં આવ્યા છે. આવા બનાવોથી બચવા માટે ગૂગલ પરથી કસ્ટમર કેરનો નંબર ન લો. સંબંધિત કંપનીની અધિકારીક વેબસાઇટ પરથી નંબર મેળવો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle