હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે કોરોના વોરિયર્સ બનીને ઘણા બધા લોકો આગળ આવી રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયર્સ ડો સંકેત મહેતા કે જેઓ આઇસીયુમાં ભરતી હતા અને તે દરમ્યાન એક દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવા માટે પોતાનું હાઇ લેવલનું ઓક્સિજન માસ્ક કાઢીને જાતે ઊભા થઈ બીજા દર્દીનો જીવ બચાવ્યો હતો.
આ સમગ્ર ઘટના બાદ કોરોના વોરિયર્સ તરીકે જાણીતા એવા ડો. સંકેત આજે 100 દિવસે કોરોના વાયરસને હરાવીને ઘરે સાજા થઈને પરત આવ્યા છે. ઘરે આવેલા ડૉ સંકેત ખરા અર્થમાં કોરોના વૉરિયર્સ છે. ડૉ. સંકેતને આવકારવા માટે તેમનો સમગ્ર પરિવાર એકઠો થયો હતો. જ્યારે વ્હાલસોયી દીકરીએ 100 દિવસ બાદ પિતાને જોતાં તેનો પ્રેમ છલકાઈ ગયો હતો.
સુરતમાં કોરોના મહામારી વચ્ચે કોરોના વોરિયર્સ ડો સંકેત મહેતા કે જેઓ આઇસીયુમાં ભરતી હતા અને તે દરમ્યાન એક દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવા માટે પોતાનું હાઇ લેવલનું ઓક્સિજન માસ્ક કાઢીને જાતે ઊભા થઈ બીજા દર્દીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ કોરોના વોરિયર્સ તરીકે જાણીતા Dr સંકેત આજે છેલ્લાં ઘણા દિવસથી કોરોના અને ત્યારબાદની તકલીફો સામે જંગ ખેલી રહ્યા હતા. જોકે, તેમના ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને તેમને નવજીવન મળ્યું હતું.
કોરોના બાદ તેઓને લંગ્સ ફાઇબ્રોસિસ થતા પહેલાં વેન્ટીલેટર પર હતા, પછી ઇક્મોનો સપોર્ટ અપાયો એટલે કે આર્ટિફિશિયલ લંગ્સની સપોર્ટ સિસ્ટમ પર હતા. ફાઇબ્રોસિસના લીધે ફેફસા કડક થાય છે. સામાન્ય વ્યક્તિમાં શ્વાસ લેવાથી ફેફસા 300થી 500ની સિસ્ટમ વચ્ચે ફુલે છે. ડો. સંકેતના ફેફસા 40 સુધી જ ફૂલતાં હતા. જોકે આ તબીબને ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની નોબત આવી હતી અને સુવિધા મુંબઇ અને ચેન્નાઇમાં હતી. જોકે આજે આ તબીબ મોતના મુખમાંથી પરત ફર્યા છે.
આ કોરોના વોરિયર્સ છેલ્લા 100 દિવસ જેટલી લાંબી સારવાર બાદ મોતના મુખમાંથી પરત ફર્યા છે. જોકે તેમની તબિયત બગડતા તેમને સારવાર માટે ચેન્નાઇ લઇ જવામાં આવ્યા હતા. જોકે આ તબીબ નો સારવારનો ખર્ચ વધુ હોવાંથી લોકો સાથે સરકાર દ્વારા પણ તેમને મદદ કરવામાં આવી હતી.
સુરતમાં સતત કોરોના દર્દી વધી રહ્યા હતા અને દર્દી સારવાર મુશ્કેલ બની રહી હતી તે દરમિયાન આ તબીબ સંક્રમિત થયા હતા. જોકે, આ તબીબની મદદે સુરતના અનેક લોકો સાથે તબીબો પણ સામે આવ્યા હતા. અગાઉ પરિવાર અને તબીબો દ્વારા સારવાર માટે 35 લાખ એકઠાં કરવામાં આવ્યા હતા. એક તરફ કોરોનામાં સુરત શહેરમાં 1000 કરતાં વધુ લોકોના જીવ ગયા છે ત્યારે દર્દીનો જીવ બચાવનારા આ દેવ સ્વરૂપ ડૉક્ટરનો જીવ બચી જતા પરિવાર સાથે સુરતમાં પણ ખુશીની લાગણી જોવા મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle