માર્ગ અકસ્માતની ઘટમાં સતત વધારો થતો જઈ રહ્નાયો છે.ઓ રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. જેને કારણે ઘણાં લોકોને પોતાનો તેમજ પોતાના પરિવારજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. રાજ્યમાં આવેલ વલસાડ જીલ્લામાંથી અકસ્માતની ઘટના સામે આવી રહી છે.
વહેલી સવારમાં વલસાડ પાસે નંદાવલા હાઇવે પર અમદાવાદથી બેંગલોર જઈ રહેલ ખાનગી ટ્રાવેલ્સ બસ તથા ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં કુલ 20થી વધારે મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી ટ્રક તથા બસના ડ્રાઈવરની સ્તિથી ખુબ ગંભીર છે. ઈજાગ્રસ્તોને વલસાડમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ તથા સ્થાનિકોએ ઘટનાસ્થળ પર કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ટ્રક સામેથી આવતી બસમાં ઘૂસી ગઈ :
મળી રહેલ જાણકારી મુજબ વહેલી સવારમાં અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સની બસ બેંગલોર બાજુ જઈ રહી હતી. આ દરમિયાન વલસાડ પાસે નંદાવલા હાઇવે પર ગુંદલાવ ચોકડીથી પસાર થતા સમયે મુંબઈ બાજુથી ટ્રક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો.
જો કે, ટ્રકના ડ્રાઈવરને અચાનક ઝોકું આવી જતાં ટ્રક ડિવાઈડર કુદાવીને રોંગ સાઈડમાં સામેથી આવતી ખાનગી બસની સાથે અથડાયો હતો. જેને કારણે બસ તથા ટ્રકમાં સવાર કુલ 20થી વધારે મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
ટ્રક તથા બસમાં ફસાયેલ બંને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યા :
અકસ્માતની જાણ થતાંની સાથે જ આજુબાજુના ગામના સ્થાનિક લોકોની સાથે જ પોલીસ પણ પહોંચી ગઈ હતી. ટ્રક તથા બસમાં ફસાયેલ બંને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારપછી 108ની મદદથી બધાં જ ઈજાગ્રસ્તોને વલસાડમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિકો દ્વારા પોતાની રિક્ષામાં પણ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વહેલી સવારે સર્જાયેલ ટ્રક તથા બસના અકસ્માતને લઈ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર સર્જાયો હતો કે, ટ્રક તથા બસનો આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જ્યારે ટ્રક અકસ્માત પછી પલટી મારી ગયો હતો.
બસ ઓવરફૂલ હતી, બસની ગેલેરીમાં પણ લોકો હતાઃ ઈજાગ્રસ્ત
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ રામસિંગે કહ્યું હતું કે, હાઈવે પર આવેલ પ્રિત હોટલ ખાતે સવારનો નાસ્તો કર્યો હતો. ત્યારપછી માત્ર 10 મિનિટમાં આ અકસ્માત સર્જાયો હતો. હું તો મારા બાળકોની સાથે બેઠો હતો. બસ ઓવરફૂલ હતી, બસની ગેલેરીમાં પણ લોકો હતા. નવરાત્રિને લીધે વતન આવ્યો હતો તેમજ હવે ફરી નોકરી પર જઈ રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle