કોરોના મુદ્દે નિષ્ફળ રહેલા રૂપાણી પર પ્રધાનમંત્રી મોદી થયા લાલઘુમ- કહી દીધું આવું

કોરોના વાયરસને કાબૂમાં લાવવા માટે રુપાણી સરકારે કરેલી કામગીરીથી કેન્દ્ર સરકાર ખુશ નથી. એટલું જ નહીં, પરપ્રાંતિયોને તેમના વતન મોકલવા રાજ્ય સરકારના નાક નીચે જ ટીકીટના રૂપિયા ઉઘરાવ્યા હોવાનું મીડિયા રીપોર્ટ માં આવતા પ્રધાનમંત્રી મોદી નારાજ થયા છે. દિલ્હીથી આવેલા આદેશ પ્રમાણે હવે ગુજરાત તેમજ અમદાવાદમાં સ્થિતિ કાબૂમાં લાવવા મોદીના વિશ્વાસુ અધિકારીઓને કામ સોંપાયું છે.

કેન્દ્રીય સચિવાલયના સુત્રોનું માનીએ તો, માત્ર વિજય રુપાણી જ નહીં તેમના પત્ની અંજલિ રુપાણી પણ વહીવટમાં દખલ દેતા હોવાથી કેન્દ્ર સરકાર તેનાથી વધુ નારાજ થઈ છે. સૂત્રોનું માનીએ તો, કેટલાક અધિકારીઓ અંજલિ રુપાણીના ખાસ હોવાથી તેઓ ગાઈડ લાઈન અનુસરવાને બદલે તેમની સૂચનાથી સ્વતંત્ર રીતે કામ કરતા હતા. રુપાણી સરકારના અણધડ વહીવટને કારણે કોરોનાની સ્થિતિ કાબૂમાં લેવામાં તાલમેલનો સ્પષ્ટ અભાવ જોવા મળ્યો હતો.

સુત્રોનું માનીએ તો ભાજપના જ સિનિયર મંત્રીઓ અને ધારાસભ્યો ની ફરિયાદ બાદ પ્રધાન મંત્રી મોદીએ CM રુપાણીને ખખડાવવામાં આવ્યા હતા. રુપાણીને પોતાના ખાસ એવા આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિ અને અમદાવાદના મ્યુ. કમિશનર વિજય નેહરાની તાત્કાલિક અસરથી બદલી કરવા પણ કહી દેવાયું હતું.

જયંતિ રવિ પોતાના પતિની કંપનીની તરફેણ કરવાના આરોપો લાગતા વિવાદમાં આવ્યાં હતાં. જ્યારે વિજય નેહરા કોઈનું પણ સાંભળતા ના હોવાનો ચર્ચા શરુ થઈ હતી. અમિત શાહની નજીક ગણાતા ભાજપના એક વરિષ્ઠ નેતાના જણાવ્યા અનુસાર, વિજય નેહરાને કામ કરવા કરતા મીડિયામાં ચમકવામાં વધારે રસ હતો. તેઓ જાણે કોર્પોરેશનના પ્રવક્તા હોય તેમ સોશિયલ મીડિયા પર લાઈવ થવામાં અને ટ્વીટર પર વધારે સમય બગાડતા હતા.

જોકે, આઇએએસ અધિકારીઓની એક લોબી એમ માની રહી છે કે આ પ્રયોગ નિષ્ફળ રહેશે. નેહરાને ભલે બ્યૂરોક્રસીમાં વધારે દોસ્તો ના હોય, પરંતુ તેઓ સ્થિતિને સારી રીતે સંભાળી શકતા હતા. એક અધિકારીએ પોતાનું નામ ના જાહેર કરવાની  શરતે જણાવ્યું હતું કે, કોરોનાના કેસ અમદાવાદમાં હજુ વધવાના છે અને તે સ્થિતિને બીજું કોઈ નહીં પરંતુ નેહરા જ સંભાળી શકે તેમ છે.

ગુજરાતમાં કુલ 6254ના આંકડામાં આમ જોઈએ તો ફક્ત અમદાવાદમાં જ 4425 એટલે કે 70 ટકા કેસ નોંધાયા છે. આવામાં રૂપાણી સરકાર હેલ્થ વિભાગ અને એએમસી પર ભડકી છે. પરિણામે રૂપાણી સરકારે મહત્વનો નિર્ણય લેતા રાજ્યમાં સ્થિતિને કાબૂમાં લેવા સિનિયર અધિકારીઓને મેદાને ઉતાર્યા છે.

રાજ્યમાં કોરોનાના વધતાં જતા કેસથી રાજ્ય સરકારનું ટેન્શન વધ્યું છે. એક બાજુ પરપ્રાંતિયોનો વતન જવાનો મામલો તો બીજી બાજુ કોરોનાના કેસ કાબૂમાં નથી આવતા. આવામાં બંને બાજુ ગુજરાત કેન્દ્રની નજરે ચઢી ગયું છે. જેના લીધે રૂપાણી સરકાર હવે ઍક્શનમાં આવી છે. આજે મહત્વનો નિર્ણય લેતા રાજ્ય સરકારે કોરોના મહામારીને કાબૂમાં લેવા ત્રણ સિનિયર અધિકારીઓની વધારાની જવાબદારી આપી નિમણૂક કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *