રાજ્યમાં અવાર-નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે આજે ફરી એક વખત આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. હજીરા વિસ્તારમાં બેફામ દોડતા ટ્રક અને ટ્રેલર સહિતના વાહનોથી લોકોમાં ભયનો માહોલ સતત રહે છે. ત્યારે હજીરા વિસ્તારમાં ફૂલ સ્પીડે દોડતાં ટ્રેલરે ત્રિપલ અકસ્માત સર્જ્યો છે. ત્રણ વાહનોનેને ટક્કર માર્યા બાદ ટ્રેલર ઉભુ રહે છે.
કાર, ટેમ્પો અને ઓટો રિક્ષાને ટક્કર વાગતાં તેમાં બેઠેલા લોકોને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી છે. જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ શુભમ રોડવેઝના ટ્રેલરના ડ્રાઈવરની ઘટના સ્થળે દોડી આપેલી પોલીસે અટકાયત કરી છે. ડ્રાઈવરે બ્રેઈક ફેઈલ થઈ હોવાથી અકસ્માત સર્જાયાનું રટણ ચાલું રાખ્યું છે.
હજીરા વિસ્તારમાં દોડતા શુભમ રોડવેઝના ટ્રેલર( જીજે 05 બીવી 8367)એ અકસ્માત સર્જ્યો છે. ટ્રેલરની અડફેટમાં એક ઓટોરિક્ષા, કાર અને માલવાહક ટેમ્પો આવી ગયા હતાં. જેમાં ત્રણેય વાહનોને નૂકસાન થયું હતું. જો કે, સદનસીબે કોઈને વધુ ઈજા જાનહાનિ ન પહોંચતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
એક્સિડન્ટ પ્રચંડ હતો. જેથી વાહનોને ભારે નૂકસાન પહોંચ્યું હતું. કારને ક્રેઈનની મદદથી દૂર કરવામાં આવી હતી. એક્સિડન્ટના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતાં. પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર એક્સિડન્ટ અંગે તપાસ હાથ ધરી છે. બીજી તરફ એક્સિડન્ટ સર્જનાર ટ્રેલરના ચાલકની પોલીસે અટકાયત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle