વરસાદ આવવાથી ખેડૂતો ખુશીથી ખેતીકામ કરી રહ્યા હતા અને આવી આસમાની આફત- બે જગતતાત પ્રભુશરણે

આજે સૌરાષ્ટ્રના જસદણ અને આટકોટમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. યાત્રાધામ વીરપુરમાં પણ ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી…

આજે સૌરાષ્ટ્રના જસદણ અને આટકોટમાં વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. યાત્રાધામ વીરપુરમાં પણ ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. સારા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે.

આ સિવાય આટકોટમાં વિજળીના કડાકા ભડાકા સાથે ઘોઘમાર વરસાદ પડ્યો હતો. અડધી કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. આખો દિવસ ઉકળાટ બાદ ચાર વાગ્યે અચાનક કાળાં ડિબાંગ વાદળો સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને અડધી કલાકમાં એક ઈચ વરસાદ ખાબક્યો હતો. રસ્તા પર જાણે નદી વહેતી થઇ ગઇ હતી. વાવણી પછી સારો વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.

નડાળા ગામમાં ખેતરમાં કામ કરી રહેલા દિનેશભાઈ નાનજીભાઈ સોંલકી પર વીજળી પડતાં મોત થયું હતું. જેમને એક પુત્ર અને એક પુત્રી છે. ઘટનાસ્થળે 108ના સ્ટાફ પાઇલોટ બીપીન ભાઈ ભટ્ટ ડોક્ટર સુધીરભાઈ પરવાડીયા પહોંચી ગયા હતા અને દવાખાને ખસેડાયા હતા. જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

આ સિવાય ગોંડલના રીબડા ગામમાં વાડીમાં કામ કરતા ખેડૂત પર વીજળી પડતા મોત થયું હતું. ખેડૂતના મૃતદેહને પીએમ માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયો હતો.

આ સિવાય ભાવનગર અને અમરેલીના કેટલાક તાલુકાઓ અને ગામોમાં ભારે વરસાદ આવતા ખેડૂતો અને લોકોને રાહત થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *