ગુજરાત સિવીલ હોસ્પિટલમાં ચમત્કાર – એકસાથે 24 આંગળીઓ સાથે થયો બાળકનો જન્મ

રાજ્યમાંથી અવાનવાર ચમત્કારિક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. ગુજરાતમાં આવેલ પોરબંદરમાં આવેલ લેડી હોસ્પિટલમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકના બન્ને હાથ તેમજ બન્ને પગમાં કુલ 6 આંગળીઓ છે.

પોરબંદરની સરકારી લેડી હોસ્પિટલમાં રીટાબેન રાજેશભાઇ હરિયાણી નામની સગર્ભા મહિલા કુલ 2 દિવસ અગાઉ દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિલાને નોર્મલ ડિલિવરી આવી હતી. મહિલાએ તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો હતો. આ બાળકના હાથ તથા પગમાં કુલ 24 આંગળીઓ છે.

સામાન્ય રીતે વ્યક્તિના હાથમાં તેમજ પગમાં કુલ 5 આંગળીઓ હોય છે. જો હાથ અથવા તો પગમાં વધુ 1 આંગળી હોય તો કુલ 6 આંગળી વાળું બાળક જન્મે તો એને વધારે ભાગ્યશાળી માનવામાં આવે છે પણ આ કેસમાં બાળકના બન્ને હાથમાં તેમજ બન્ને પગમાં વધારે 1 -1 આંગળીઓ રહેલી છે એટલે કે, બન્ને હાથ તથા પગમાં કુલ 24 આંગળીઓ છે. જે જૂજ કેસોમાંનો આ કેસ છે.

બાળકની માતાએ જણાવતાં કહ્યું હતું કે, પહેલી ડિલિવરીએ જ વધારે ભાગ્યશાળી બાળકનો જન્મ થયો છે. કુલ 24 આંગળી ધરાવતું ખૂબ તંદુરસ્ત નવજાત બાળકને નર્સિંગ સ્ટાફ સહિત દાખલ કરવામાં આવેલ દર્દીઓ જોવા તથા રમાડવા લાગ્યા હતા. રીટાબેનનું સાસરું ઉનામાં આવેલ ઝરગલી ગામના તથા માવતર પોરબંદરમાં આવેલ કાટવાણા ગામે છે. કુલ 24 આંગળી ધરાવતા બાળકનો જન્મ થતા પરિવારના તમામ લોકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *