એવું કહેવામાં આવે છે કે, નસીબ ચમકી ઉઠે ત્યારે રંકને રાજા તેમજ રાજાને રંક બની જતાં સહેજ પણ વાર લાગતી નથી. આવી જ એક ઘટના હાલમાં સામે આવી રહી છે. આ ભારતીય મૂળના નોબિન મેથ્યુની સાથે બની હતી. એણે બેમનથી એક લોટરીની ટીકીટ ખરીદીને ઇનામમાં કુલ 15 મિલીયન જીત્યા હતાં.
ભારતીય રૂપિયા મુજબ એની કિંમત કુલ 30,58,44,822 રૂપિયા રહેલી છે.મેથ્યુ એક ભારતીય પ્રવાસી છે. જે વર્ષ 2007માં પોતાના પરિવારની સાથે કુવૈતમાં રહેવા માટે ગયા હતા. એક વિનમ્ર જીવનશૈલીવાળા આ વ્યક્તિએ જીવનમાં ક્યારેય નહોતુ વિચાર્યુ કે, એમને આટલી મોટી લોટરી લાગશે.
એમણે લોટરીની ટીકીટ પોતાના સહયોગી પ્રમોદ મટ્ટુમલના કહેવા પર ખરીદી હતી. ત્યારબાદ એમણે ટિકીટ લઈ લીધી હતી તેમજ આટલુ મોટુ અમાઉન્ટ જીતી શકશે. મેથ્યુએ એક ઇન્ટરવ્યુમાં જણાવતાં કહ્યું હતું કે, મારા મિત્રો ઘણી વખત ટિકીટની ખરીદી કરવાં માટે કહેતા હતા પણ મેં કોઇ દિવસ ખરીદી નથી.
એમના કહેવા પર ટિકીટ ખરીદીને બીજી વાર ખરીદેલ આ લોટરીની ટિકીટ ખરીદી હતી. જો, આ લોટરીની ટિકીટમાં ઇનામ ન લાગે તો હું ક્યારેય ટિકીટ ન ખરીદવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ઇનામની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે તેઓ ડગ રહી ગયા હતા, એમને સમજમાં નહોતું આવતુ કે તે શું કહે.
મેથ્યુએ જણાવતાં કહ્યું હતું કે, વર્ષ 2007થી તેઓ કુવૈતમાં રહે છે તથા જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો છે. કેટલીક કંપનીઓ સાથે કામ કરેલું છે. હવે જ્યારે આ રકમનો માલિક બન્યો છુ ત્યારે મને ખુબ આનંદ થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle