હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે. કોરોનાના વ્યાપમાં સતત વધારો જ થતો જઈ રહ્યો છે. થોડા જ દિવસમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડયુ છે. કોરોના કહેરમાં કુલ 5 રાજ્યોમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકાયા પછી ગુજરાતમાં દિવાળી પર ફટાકડા ફોડી શકાશે કે નહીં, તે એક ખુબ મોટો પ્રશ્ન બન્યો હતો.
હાલમાં ગાંધીનગરથી ગુજરાતમાં ફટાકડા મુદ્દે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. સરકારે પોતાના જાહેરનામામાં ફટાકડાને વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કલમ નં.144 અંતર્ગત આદેશ બહાર પાડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. ફટાકડાની ગેરકાયદેસર રીતે થતી આયાત, સંગ્રહ, વેચાણ સામે રોક લગાવવામાં આવી છે. કલમ 144 અંતર્ગત પ્રતિબંધાત્મક આદેશ લગાવવામાં આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, ડોક્ટરોના મત પ્રમાણે ફટાકડાનો ધુમાડો ફક્ત કોરોનાથી સંક્રમિત દર્દીઓ માટે જ નહીં પરંતુ કોરોનાથી સાજા થયેલા લોકો માટે પણ જોખમી બની શકે છે.
કોરોનાના સંક્રમણની સીધી અસ૨ ફેફસાં પ૨ થઈ હોય છે એટલે કે, ફેફસાં પ્રમાણમાં નબળા પડયા હોવાને લીધે ફટાકડાના ધુમાડાથી શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. ડિસ્ચાર્જ થયા પછી પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યા સર્જાતી હોવાનું જોવા મળે છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નિષ્ણાતો દ્વારા આ દિવાળીએ ફટાકડા ન ફોડવાની સલાહ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle