ગુજરાતમાં આવેલ શહેરમાં ભૂકંપના આંચકાનો અનુભવ લોકોને થયો છે. બપોર પછી 3.40 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા આવ્યાં છે. કુલ 4.3ની તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ સુરત સહિતના આજુબાજુના વિસ્તારમાં થયો હતો. સુરત શહેરમાં આવેલ અડાજણ વિસ્તારથી લઈને બધાં જ વિસ્તારોમાં ભૂંકપની અસર લોકોમાં જોવા મળી હતી. જેને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં.
હાઈરાઈઝમાં વધુ અસર લાગી :
ઊંચી ઈમારતોમાં રહેતા લોકોને ભૂંકપની અસર વધુ જણાઈ આવી હતી. અંદાજે 7 માં માળે રહેતા લોકોને કુલ 4 સેકન્ડ કરતાં વધારે ભૂકંપના આંચકાનો અનુભવ કરવો પડ્યો હતો. જેને કારણે લોકોમાં ભય ફેલાઈ જતાં ઊંચી ઈમારતોમાં રહેતા લોકો નીચે દોડી આવ્યાં હતાં. જો કે, ભૂંકપના આંચકો સામાન્ય હોવાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ઘરે કામ કરતાં અનુભવ થયો :
ક્રિષ્નાબેન પટેલે જણાવતાં કહ્યું હતું કે, હું સિલાઈ કામ કરી રહી હતી. એ દરમિયાન ભૂકંપના આંચકા આવ્યા હોવાનો અનુભવ થયો હતો પણ બાજુમાં બિલ્ડીંગનું કામ ચાલતું હોવાને કારણે થયું કે, કદાચ એની અસર હશે. ત્યારબાદ જાણ થઈ કે, આ તો ભૂકંપ છે બીજા લોકોએ પણ ભૂકંપ હોવાનું જણાવ્યું હતું.
ભરૂચ પાસે ભૂકંપનું AP સેન્ટર :
ભરૂચ પાસે આવેલ વાલિયા તાલુકામાં આવેલ ધારોલીમાં ભૂકંપનું એપી સેન્ટર આવેલ છે. ભૂકંપની તીવ્રતા કુલ 4.4 મેગ્નિટ્યુડ હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચથી ભૂકંપનું AP સેન્ટર કુલ 36 કિમી દૂર આવેલ છે. ભરૂચની આજુબાજુના વિસ્તારના લોકોએ માત્ર 3 સેકન્ડ જેટલો ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો છે.
Earthquake of magnitude 4.2 on the Richter scale occurred in Bharuch, Gujarat at 1539 hours: National Center for Seismology pic.twitter.com/o6bsNvDdbz
— ANI (@ANI) November 7, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle