ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે આવ જ એક ઘટના સુરતના વેસુ વિસ્તારમાંથી સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલક સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવી બેઠો હતો. જેના કારણે કાર પલટી મારી ગઈ હતી. અને અકસ્માત સર્જાયો હતો.
આ ઘટના બાદ ત્યાં આસપાસ હાજર રહેલા લોકો અને 2 સિક્યુરિટી ગાર્ડ ઘટના સ્થળે દોડીને પહોચી જાય છે અને ગાડીમાં બેઠેલા લોકોને બહાર કાઢવો પ્રયત્ન કરે છે. અકસ્માતની આ સમગ્ર ઘટના ત્યાં લગાવવામાં આવેલ એક કેમરામાં કેદ થઈ ગઈ હતી.
દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના વેસુ વિસ્તારમાં ગઈકાલના રોજ સર્જાયેલી અકસ્માતની ઘટનાનો cctv વિડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. કાર ચાલક શ્યામ મંદિર થી વેસુ તરફ જઈ રહ્યા હતા. તે દરમ્યાન બેફામ ચાલતી કાર ઉપરથી કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી.
અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ હજીરા વિસ્તારમાં ફૂલ સ્પીડે દોડતાં ટ્રેલરે ત્રિપલ અકસ્માત સર્જ્યો છે. ત્રણ વાહનોનેને ટક્કર માર્યા બાદ ટ્રેલર ઉભુ રહે છે.
કાર, ટેમ્પો અને ઓટો રિક્ષાને ટક્કર વાગતાં તેમાં બેઠેલા લોકોને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી છે. જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ શુભમ રોડવેઝના ટ્રેલરના ડ્રાઈવરની ઘટના સ્થળે દોડી આપેલી પોલીસે અટકાયત કરી છે. ડ્રાઈવરે બ્રેઈક ફેઈલ થઈ હોવાથી અકસ્માત સર્જાયાનું રટણ ચાલું રાખ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle