બે ડીસેમ્બરના રોજ આવી શકે છે બીજું ચક્રવાત તોફાન, હવામાન વિભાગે આ રાજ્યોને આપી ચેતવણી

2 મી ડિસેમ્બરનાં રોજ ભારતીય હવામાન કેન્દ્ર દ્વારા ફરીથી બીજા ચક્રવાત તોફાનની ચેતવણી આપી છે. તેની અસર તમિલનાડુ અને કેરળના દક્ષિણ વિસ્તારોમાં જોઇ શકાય છે. તે આધુનિક ઉપગ્રહ દ્વારા જાણવા મળ્યું છે કે, બંગાળની ખાડીમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થઈ રહી છે અને હાલમાં તે શ્રીલંકાના ત્રિકોણમલીના પૂર્વ-દક્ષિણ પૂર્વ વિસ્તારથી 750 કિમી અને કન્યાકુમારીના પૂર્વ-દક્ષિણ પૂર્વથી 1150 કિમી જેટલું દૂર છે.

દક્ષિણ ભારતના વિસ્તારોમાં વધુ અસર થશે
તે આગામી 24 કલાકમાં એક ચક્રવાત તોફાનમાં ફેરવાશે તેવી શક્યતા રહેલી છે. તે 2 ડિસેમ્બરનાં રોજ સાંજે શ્રીલંકા કિનારા તરફ વળી શકે છે. આને કારણે 2 ડિસેમ્બરનાં રોજ તમિળનાડુ અને કેરળના દક્ષિણ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે જ તમિળનાડુ, પુડુચેરી, માહે, કારૈકલ અને ઉત્તર કેરળના ઉત્તરીય વિસ્તારોમાં પણ વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

માછીમારોને દરિયામાં ન જવા માટેની સલાહ આપવામાં આવી છે.
આ તુફાન દરમિયાન, 1 ડિસેમ્બરનાં રોજ બંગાળની ખાડીની દક્ષિણપૂર્વની પવનની ગતિ પ્રતિ કલાક 55 થી 75 કિ.મી. સુધીની રહી શકે છે.

શ્રીલંકાના દરિયાકાંઠે પવનની ગતિ 70 થી 90 કિમી પ્રતિ કલાકની અપેક્ષા રહેલી છે. આ સમય દરમિયાન માછીમારોને દરિયામાં ન જવા માટેની સલાહ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *